ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડાનાં યુવાનને વિસાવદરનાં દાદર ગામે બોલાવી એક રૂમમાં ગોંધી રાખી અશ્લિન ફોટા પાડી લીધા હતા અને રૂપિયા 30 લાખની માંગણી કરી હતી. રૂપિયા નહી આપે તો ફોટા વાયરલ કરી દેવાની અને દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
બનાવની મળતી વિગત મુજબ મેંદરડાનાં વડલી ચોક વિસ્તારમાં રહેતા દીપકભાઇ કાળુભાઇ ખુંટ(ઉ.વ.41)ને સંજના સચીન ગોવિંદભાઇએ ઘરે બોલાવ્યો હતો.અહીં યુવાનને ઘરમાં ગોંધી રાખ્યો હતો અને તેનાં અશ્લિલ ફોટા અને વિડીયો કરી લોધો હતો. બાદ રૂપિયા 30 લાખની માંગણી કરી હતી.
રૂપિયા નહી આપે તો ફોટો, વિડીયો વાયરલ અને દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. તેમજ માર માર્યો હતો. અંતે 10 લાખની માંગણી કરી હતી. આ અંગે યુવાને વિસાવદર પોલીસ સ્ટેશનાં સચીન ગોવિંદભાઇ, સંજના સચીન, ગોવિંદભાઇ અને સચીનનાં બા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.