ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતો શ્રમિક યુવાન અને તેનો મિત્ર કપડા ઉપર ધૂળ લાગેલી હોય તેને એર કમ્પ્રેસરની નળીથી સાફ કરતા હતા દરમિયાન મસ્તી મસ્તીમાં યુવાનને તેના મિત્રએ ગુદાના ભાગેથી શરીરમાં એર કમ્પ્રેસરથી હવા ભરી દીધી હતી જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડમાં રહેવાસી અને હાલમાં મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ રોક ગ્રેનાઈટો સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો શકલુકુમાર બંધુ ગંજુ (25) નામનો યુવાન ગત તા. 7/2 ના રોજ સવારે આઠેક વાગ્યે કામ ઉપરથી છૂટેલ હતો ત્યારે તેના કપડા ઉપર ધૂળ ચોટેલી હતી જેથી કરીને ધૂળને એર કમ્પ્રેસરની નળીથી યુવાન સાફ કરતો હતો ત્યારે યુવાન અને તેનો મિત્ર કુંદન બંને એકબીજાને એર કમ્પ્રેસરથી ધૂળ સાફ કરી દેતા હતા ત્યારે મસ્તી મસ્તીમાં કુંદનને શકલુકુમારને ગુદાના ભાગેથી શરીરમાં એર કમ્પ્રેસર વડે હવા ભરી દીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન ગત તા. 12/2 ના રોજ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રીતાદેવી ગંજુ (31) રહે. ઝારખંડ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.