ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલાના કેવડા પરા ગાયત્રી મંદિર પાસે સુકનેરા ડેમ કાંઠેથી રામદેવ પીર મંદિરથી સાવરકુંડલાના હાર્દિક ધીરૂભાઈ પરમાર નામના પદયાત્રી તારીખ 8-12-24 ના રોજ સાવરકુંડલાથી રામદેવરા (રણુજા જૂના રાજસ્થાન) સુધીની પદયાત્રા માટે નીકળેલ છે. પોતે એકલા આ કડકડતી ઠંડીમાં પણ પદયાત્રા કરે છે જે રામદેવપીરમાં અતૂટ શ્રધ્ધા દર્શાવે છે. પોતાની આ પદયાત્રા સુખરૂપ રહે તે માટે ભાવિકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે. હાલ ગતરોજ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરીને આગળ વધી રહ્યાં છે. તેમની આ પદયાત્રા દરમિયાન રણુજા પહોંચતાં સુધી આપ કોઈ મદદ કે સેવા કરવા માંગતા હો તો આપેલ સ્કેનર પર કરી શકો છો.
- Advertisement -
આમ પણ શ્રદ્ધા અને ભક્તિ જો અડગ હોય તો ઈશ્વર પણ આવા શુભકાર્યોમાં હમેશા સાથે જ હોય છે. રામદેવરા (જુના રણુજા – રાજસ્થાન) સુધી પહોંચતા લગભગ પચ્ચીસ દિવસ જેટલો સમય લાગશે એમ તેણે જણાવ્યું હતું.