ખાસ-ખબર સંવાદદાતા
ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન, દમણ દ્વારા તા. 24 અને 25 ના રોજ મલાલા ઓડિટોરિયમ, દીવ ખાતે સ્થાનિકીકરણ માટે સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યોના સ્થાનિકીકરણ સંબંધિત તાલીમ-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વર્કશોપ ના મુખ્ય મેહમાન દિવ જિલ્લા ડેપ્યુટી કલેકટર વિવેકકુમાર. એમ જ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યશાળામાં સાતત્યપૂર્ણ વિકાસ, સ્થાનિકીકરણ, ગરીબી મુક્ત અને વધુ આજીવિકા, સ્વસ્થ ગામ, સ્વચ્છ અને હરિયાળું ગામ, બાળ મૈત્રીપૂર્ણ ગામ, સ્વનિર્ભર માળખાકીય ગામ, સામાજિક રીતે સુરક્ષિત પંચાયત, સારી-સલામતની વિભાવના પર પ્રેઝન્ટેશન સાથે તાલીમ આપવામાં આવી હતી. શાસિત પંચાયત અને મહિલા-મૈત્રીપૂર્ણ પંચાયત વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવી છે . આ રીતે, વિકાસ લક્ષ્યોના સ્થાનિકીકરણ માટે, કુલ 17 લક્ષ્યોને આવરી લેતા 09 પોઈન્ટ્સ પર સમજણ આપવા આવશે.