મુંબઈ 26/11 હુમલામાં નિર્દોષ લોકો મૃત્યુને ભેટ્યા તેને શ્રદ્ધાંજલિ અર્પી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જુનાગઢ મેડિકોસ ફાઉન્ડેશન પ્રોજેક્ટ ચેરમેન સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે 26/11/2008ના રોજ મુંબઈ ખાતે થયેલ આંતકવાદી હુમલામાં જે નિર્દોષ લોકો મૃત્યુને ભેટ્યા હતા. એ તમામ મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ અર્થે મેડિકોસ ફાઉન્ડેશનના પ્રમુખ ડો.રાજન ભાદરકા, મનીષભાઈ હડિયા, મિહિરભાઈ મહેતાની રાહબરી હેઠળ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
- Advertisement -
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીન ડો. હનુમંત આમને, તબીબી અધિક્ષક ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, ડો.દિગંત સિકોતરા, ડો. મેહુલ ટંડેલ, ડો. ઉવીઁક કુકડીયા, નર્સિંગ ઇન્ચાર્જ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટ સહિતના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ અધિકારી ગણશ્રી તથા કર્મચારી ગણશ્રીઓએ દેહદાન કરવા અને કરાવવા અંગેના શપથ લીધા હતા. અને એમાંથી અમુક વ્યક્તિઓએ દેહદાન કરવા અંગેના સંકલ્પ પત્રો ભરવાની સંમતિ આપી હતી. ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ડો. મેહુલ ટંડેલે દેહદાન કરવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડેલ હતું. ડો. ઉર્વીક કુકડીયાએ દેહદાન વિશે વિશેષ માહિતી જોઈતી હોય તો કોલેજના એનાટોમી વિભાગનો સંપર્ક કરવા જણાવેલ હતું. જ્યારે મનીષભાઈ હડિયા અને મિહિરભાઈ મહેતાએ ઉપસ્થિત તમામ અધિકારી ગણશ્રી તથા કર્મચારીગણ શ્રીઓનો આભાર વ્યક્ત કરેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. વનરાજ પરમાર, સુભાસ હાડગરડા, રક્ષીત ચાંડેરા, ભાર્ગવ મહેતા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યકમનું સંચાલન નર્સિંગ સ્ટાફ મોનીકાબેને કરેલ હતું.