જામકા ગીર ખાતે સ્વાવલંબી ભારત અભિયાનમાં ખેડૂતો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
સ્વાવલંબી ભારત અભિયાન દ્વારા આહવાન કરવામાં આવ્યું કે સ્વાવલંબનનો આધાર ગાય છે ભારતને સમૃદ્ધિ તરફ આગળ લઈ જવા માટે ગાય માતાએ સંસ્કૃતિ અને પ્રકૃતિનું કેન્દ્ર છે અને સમૃદ્ધ અને સ્વાવલંબી ભારતનો આધાર એ આ દેશના ગ્રામ્ય જનો અને ખેડૂતોમાં રહેલું છે તેથી યુવા ખેડૂતોને આહવાન કરવામાં આવે છે કે તેઓ પોતાની ભારતીય પરંપરા અપનાવે અને આ રાષ્ટ્રને સમૃદ્ધ કરવાની પહેલમાં ભાગ ભજવે.
આ કાર્યશાળામાં ચાર તાલુકાના ખેડૂતો સામેલ થયા હતા જેમાં જૂનાગઢ વિભાગ કૃષિ પ્રકોસ્ટ પ્રમુખ પરસોત્તમભાઈ સિદ્ધપરા દ્વારા પાર્કૃતિક ખેતી વિશેની પ્રાથમિક ભૂમિકા રાખવામાં આવી અને પરષોત્તમભાઈ પોતે સારા એવા પ્રકૃતિક ખેતી કરતા ખેડૂત છે તેઓ આજે 300 વિઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરાવે છે એમના દ્વારા ખેડતુને પોતાના 25 વિઘા જમીન થી 300 વિઘા સુધીની કર્મ ગાથા થકી પ્રેરિત કરતા કહ્યું પ્રકૃતિક ખેતી ખર્ચ વગરની ખેતી છે. તેનું મુખ્ય કારણ ગાય છે પ્રાકૃતિક ખેતીનો આધાર એ ગાય માતા છે એવું વૈજ્ઞાનિક રીતે સમજ પૂરી પાડવામાં આવે.
ત્યારબાદ સ્વાવલંબી ભારત અભિયાનના વિભાગ સંયોજક ડો. દિનેશભાઈ ડઢાણીયા દ્વારા સમગ્ર ભારત વ્યાપી સ્વાવલંબી ભારત અભિયાનની માહિતી ખેડૂતોને વિસ્તૃત આપવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ગ્રામ વિકાસ ગતિવિધિમાં સંકળાયેલા ડો. રમેશભાઈ સાવલિયા જેવો વિવિધ પ્રાકૃતિક ઝશળયત ગયૂ ઋઙઘ સાથે સંકળાયેલા છે તેમના દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કયા આધારથી કરવી અને પ્રાકૃતિક ખેતી એટલે સજીવ ખેતી એમના માટેના અલગ અલગ ઉપાયો જેમકે જીવામૃત વગેરેને ફાળો અને કઈ રીતે બનાવવા તેની સમજ આપવામાં આવી . અને પ્રાકૃતિક ખેતી કરી તેના ઉત્પાદનનું વળતર સારું મળે તે માટે જાતે મુલ્ય વર્તન કરીને વેચાણ કરવા માટેનું પ્રેરણા આપી અને જો જાતે મૂલ્ય વર્ધન ન થઈ શકે તો ઋઙઘ સાથે સંકળાય સારી કિંમત મળી શકે એવી વિવિધ માહિતીઓ આપવામાં આવી આ પ્રસંગે ભારતીય મગફળી સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર ડો. બેરા અને તેમના સાથી ઝાલા દ્વારા સંશોધન કરવામાં આવેલી મગફળીની જાત ગિરનાર ચાર અને પાંચ વિશે માહિતી આપી ગિરનાર ચાર અને પાંચ ઉત્પાદન વધારે આપે છે.
આ પ્રસંગે પ્રાંત સહસંયોજક અમિતભાઈ હિરપરા, નિશિતભાઈ આસરા, વિઠ્ઠલભાઈ દુધાત્રા અને સ્વાવલંબી ભારત અભિયાનની સમગ્ર ટીમ તેમજ પ્રમુખ જગુભાઈ મકવાણા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.



