ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ લોકસભા મીડિયા પ્રભારી સુરેશ માંગુકિયા તેમજ સહ પ્રભારી તેજસ ગોરસીયાની ઉપસ્થિતીમાં જૂનાગઢ મીડિયા વિભાગની કાર્યશાળા યોજાઈ.આગામી લોકસભાની ચૂંટણી ને અનુલક્ષીને આજે જુનાગઢ લોકસભા વિસ્તારના આવતા મંડલ સહ મીડિયા ક્ધવીનર અને સહ ક્ધવીનરઓની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠક માં આગામી લોકસભામાં મીડિયા વિભાગના કાર્યકર્તાઓએ કેવા પ્રકારની કામગીરી કરવાની હોય છે તેમજ તે કામ ની જવાબદારીની વહેંચણી, ડિબેટ, જાહેર સભા, પ્રેસમેટર, પત્રકાર મિત્રો અને મીડિયા હાઉસ સાથેના સબંધો વગેરે વિષય ઉપર જરૂરી માર્ગદર્શન અને માહિતી આપી હતી. આ બેઠકમાં પ્રભારી સુરેશ માંગુકિયા, સહ પ્રભારી તેજસ ગોરસિયા જૂનાગઢ મહાનગરના મીડિયા ક્ધવીનર સુરેશભાઈ પાનસુરીયા, સહ ક્ધવીનર સંજયભાઈ પંડ્યા, જીતુભાઇ ઠાકરાર, જૂનાગઢ જિલ્લા મીડિયા ક્ધવીનર ભરતભાઈ ચારીયા તેમજ દરેક મંડલમાંથી મોટી સંખ્યામાં મીડિયા ક્ધવીનરો સહ ક્ધવીનરો ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણીને લઇ જૂનાગઢ મીડિયા વિભાગની કાર્યશાળા યોજાઈ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/જુનાગઢમાં-ભાજપ-મહાનગર-તથા-જીલ્લા-મિડીયા-વિભાગની-કાર્યશાળા-યોજાઈ-860x484.jpg)