ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નગરપાલિકાના ચાર નિવૃત્તકર્મીની બચતમાંથી સ્મશાનમાં લાકડા કાપવાનું મશીન મુકવામાં આવ્યું હતું જેમાં પાલિકાના ચાર નિવૃત કર્મચારી નૌતમ લાલ દવે, દિનેશભાઈ ઠાકર, જગુભાઈ શેઠ અને કાંતિભાઈ ઉદાણી જૂનાગઢ નગરપાલિકા સમયમાં ફરજ બજાવતા હતા.કર્મચારીઓ દ્વારા પોતાના દર મહિને થતા પગારમાંથી કેટલીક રકમ સારા કાર્યમાં વાપરવા એકત્ર કરતા હતા. અને બેન્કમાં આશરે રૂ 4.50 લાખ જમા થયા હતા.જયારે ચાર કર્મચારીઓ પૈકી હાલ એકમાત્ર નૌતમલાલ દવે હયાત છે અને બાકીના ત્રણ નું અવસાન થયેલ છે જેમાં નૌતમલાલ દવેએ એડવોકેટ અને પૂર્વ જજ રાજેશભાઈ ઠાકરને જણાવ્યું હતું કે, એકઠા થયેલ રૂપિયા મહાનગરપાલિકાને સોનાપુર સ્મશાનગૃહ માટે ઉપયોગ અર્થે ફાળવવી દેવામાં આવે બાદમાં 3.50 લાખના ખર્ચે લાકડા કાપવાનું ઇલેકટ્રિક મશીન સોનાપુરી સ્મશાનમાં દિવંગત દાતાઓના પરિવારજનોની ઉપસ્થિતીમાં અર્પણ કરાયું હતું મશીન અર્પણ વેળાએ મેયર ગીતાબેન પરમાર, શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટે.ચેરમેન હરેશભાઈ પરસાણા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ સ્મશાનમાં લાકડાં કાપવાના મશીન અર્પણ કરવામાં આવ્યું
