જમીન પરથી પૃથ્વીના ફરવાનો એક અદ્દભૂત વીડિયો સામે આવ્યો છે. આપણી પૃથ્વી કલાકના 1674 કિમીની ઝડપે પોતાની ધરી પર ફરી રહી છે.
આપણી પૃથ્વી કલાકના 1674 કિમીની ઝડપે ફરી રહી છે, શું તમે ક્યારેય તેને ફરતી જોઈ છે? ફરતી પૃથ્વીનો એક અદ્દભુત વીડિયો સામે આવ્યો છે. પૃથ્વી દર 23 કલાક, 56 મિનિટ અને 4 સેકન્ડે એક રાઉન્ડ પૂર્ણ કરે છે. જેમાંથી અડધો દિવસ અને લગભગ મધરાતનો હોય છે. ફાઈટર જેટ આટલી સ્પીડમાં ઉડાન ભરે છે. આપણે ફાઈટર જેટની ઉપર ઉભા રહીને મુસાફરી કરી શકતા નથી પણ પૃથ્વી પર ઊભા રહો અને છતાંય તમને આ ગતિની ખબર પણ પડતી નથી.
- Advertisement -
Photographer uses a gyroscopic camera to capture a video of the earth’s rotation.. 🌎
🎥 IG: brummelphoto pic.twitter.com/76qkENtcew
— Buitengebieden (@buitengebieden) November 30, 2022
- Advertisement -
ધરતી પરથી ફરતી પૃથ્વી જોવાની તક
આ ઝડપ અને રોટેશન બતાવવા માટે વૈજ્ઞાનિકો સ્પેસ સ્ટેશન પરથી કાં તો વીડિયો બનાવે છે. અથવા તો સેટેલાઇટમાંથી. પરંતુ શું ક્યારેય કોઈએ ધરતીને જમીન પર ઉભા રહીને ફરતી જોઈ છે. અહીં દર્શાવવામાં આવેલા વીડિયોમાં તમને આ સ્પીડ અને રોટેશનનો સચોટ ખ્યાલ આવશે. એટલું જ નહીં, સૂર્યની આસપાસ ચક્કર લગાવવાની ગતિ પણ ઘણી વધારે છે. પૃથ્વી સૂર્યની આસપાસ 1.07 લાખ કિલોમીટરની ઝડપે ફરે છે.
આપણને શા માટે પૃથ્વીની સાથે ફરી શકતા નથી
આપણે પૃથ્વીના પરિભ્રમણને કેમ નથી જાણતા? કારણ કે આપણે તેની ગુરુત્વાકર્ષણ શક્તિને કારણે તેની સપાટી પર ચોંટી રહ્યા છીએ. આપણે આ રીતે પૃથ્વીની સાથે ફરતા રહીશું અને આપણને ખબર પણ નહીં પડે કારણ કે પૃથ્વીને અંતરિક્ષમાં રોકનારુ કોઈ નથી.