મહિલાલક્ષી યોજનાઓ વિશે દિકરીઓને માહિતી સાથે મહિલાઓની સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.29
“બેટી બચાવો, બેટી પઢાવો ” અભિયાનને 22 જાન્યુઆરી 2025ના દિવસે 22 વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 22 જાન્યુઆરીથી 8 માર્ચ 2025 સુધી જુદી જુદી થીમ આધારિત વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની શબાના સ્કૂલ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો ” અંતર્ગત મહિલા જાગૃતિ રેલી યોજાઈ હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગતની વિશદ્ માહિતી આપવામાં આવી હતી.
- Advertisement -
શબાના સ્કૂલથી મહિલા જાગૃતિ રેલીનું પ્રસ્થાન તેમજ સિગ્નેચર ડ્રાઈવ અને પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. “બેટી બચાવો, બેટી પઢાઓ”ના નારાઓ સાથે સીટી પોલીસ સ્ટેશન પાટણ દરવાજા સુધી રેલી યોજાઈ હતી. સીટી પોલીસ ઈન્સ્પેક્ટર ગૌસ્વામી દ્વારા રેલીમાં જોડાયેલી દરેક દીકરીઓને મહિલાની સુરક્ષા સબંધિત માહિતી તેમજ શિક્ષણ મેળવી ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રમાં આગળ વધી નામના મેળવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.