108માં સારવાર બાદ મેંદરડા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
મેંદરડા તાલુકા ના ગંગાજળિયા નેસમાંથી કોલ 108 માં આવ્યો હતો કે, એક 25 વર્ષના બેનને સતત પ્રસુતીનો દુ:ખાવોનો કેસ મળ્યો હતો.એટલે વિસાવદર 108 ઘટના સ્થળ ઉપર પહોંચી ગઇ હતી.અહીં જાણ થઇ કે દર્દી તાત્કાલીક 108માં લેઇ સ્થળ ઉપરથી નીકળી ગયા હતાં. ત્યારબાદ દર્દી અચાનક પ્રસુતીનો દુ:ખાવો ઉપાડ્યો હતો અને અધવચ્ચે ગીરના જંગલમાં પ્રસુતી કરાવવી પડી હતી. 108નાં ઇએમટી વિશાલ કાથડ અને પાયલોટ ચંદ્રકાંતભાઇએ 108માં સફળ ડિલિવરી કરાવી હતી. તેમજ બાળકના ગળામાં નાળ વિટાયેલી હતી અને બાળક બરાબર રડતું પણ ન હતું. ઇઆરએફપીનાં કહેવા પ્રમાણે બાળકને સારવાર આપવામાં આવી હતી. બાદ માતા અને બાળકને મેંદરડા સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.