ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકને ટંકારાથી રાજકોટ રીફર કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા તાલુકાના અમરાપર ગામે વાડીમાં પરપ્રાંતીય મજુરના દસ વર્ષના બાળક પર જંગલી સુવરે અચાનક હુમલો કર્યો હતો જેથી બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ 108 ટીમને કરવામાં આવતા 108 ની ટીમે તુરંત અમરાપર ગામે દોડી જઈને બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
- Advertisement -
ટંકારાના અમરાપર ગામે ઈરફાનભાઈની વાડીમાં પરપ્રાંતીય ખેતમજૂરના દસ વર્ષના બાળક ઉપર જંગલી સુવરે અચાનક હુમલો કરતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે 108 ઈમરજન્સીને જાણ થતાં ઈએમટી રુબિયા ખુરેસી અને પાયલોટ મુકેશભાઈ સહિતની 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાળકને ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાળકની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.