ખાસ-ખબર ન્યૂઝ રાજુલા,
રાજુલા શહેરના મહાવીર આઇસક્રીમના ઓનર રોશનભાઇ પલાયા દ્વારા શિવભક્ત દિપક ઠેકેદારનું સન્માન કરવામા આવ્યું હતું. શિવભક્ત એવા દીપક ઠેકેદાર જેઓ રાજુલાથી સોમનાથ સુધી 128મી વખત પદયાત્રા પૂર્ણ કરવામા આવી છે. રાજુલા થી સોમનાથ 135 કિલોમીટરનું અંતર થાય છે. અને 128 મી વાર પદયાત્રા કરીને સોમનાથ દાદા દર્શન કરી ધન્યતા અનુભવી છે. ત્યારે તેઓએ પદયાત્રા દરમિયાન કુલ 17000 ઉપરાંત કી.મી.ના વિશ્વ વર્લ્ડ રેકોર્ડ આંકે પહોંચ્યા છે.
- Advertisement -
તેમજ ગીનીશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં તેઓએ પદયાત્રાનું રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. શિવભક્ત દીપક ઠેકેદારનો એક જ લક્ષ હતો કે, આ યાત્રામાં કોઈનો સથવારો નહીં મળે તો પણ પોતે ચાલીને એકલા સોમનાથ પહોંચે છે. આ સાથે શિવભક્ત દિપકભાઇ ઠેકેદારનું રાજુલા શહેરના જાણીતા મહાવીર આઇસક્રીમના ઓનર રોશનભાઇ પલાયા દ્વારા ભેટ સ્વરૂપે મોબાઇલ અર્પણ કરી સન્માન કરવામા આવ્યું હતું. શિવભક્ત દીપકભાઇ ઠેકેદાર સન્માન કરવા બદલ રોશનભાઇ સહિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.