ધૂળેટી પર્વ ગયાને એક અઠવાડીયુ થવા આવ્યું છે છતાં રાજકોટના રેસકોર્ષ રીંગ રોડમાં હજુ પણ રંગોથી ભરેલ જગ્યાઓ જોવા મળે છે. રાજકોટ રંગીલુ શહેર છે ત્યારે રેસકોર્સ રીંગ રોડ ફરતે બેસવા આવતા લોકોને ધૂળેટીના રંગોના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં સવારે મોર્નિંગ વોક માટે લોકો આવતા હોય છે તેમજ સાંજે પણ રેસકોર્સ રીંગ રોડ આવતા લોકોને રંગોના કારણે ગંદકી અનુભવવી પડી રહી છે. ધૂળેટી ગયાના આટલા દિવસો બાદ પણ તંત્ર દ્વારા સાફસફાઈ કરવામાં આવી નથી. આમ તંત્રની બેદરકારીના કારણે લોકોને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. મનપા તંત્રની સ્વચ્છતા અભિયાનની માત્ર વાતો કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. ધૂળેટી તો જતી રહી પરંતુ તેના રંગો હજુ પણ રેસકોર્સ રીંગ રોડ પર જોવા મળી રહ્યા છે.
હોળી પર્વ પત્યાને એક અઠવાડિયું થયું છતાં રેસકોર્સ રિંગ રોડ પર કલર જેમના તેમ
Follow US
Find US on Social Medias