ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે યોજાનાર શ્રી સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં સહભાગી થવા માટે ગીર સોમનાથ જિલ્લાના એક દિવસીય પ્રવાસે સોમનાથ હેલીપેડ ખાતે આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલશ્રીનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું.
સોમનાથ હેલીપેડ ખાતે કલેક્ટર ડી.ડી. જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા,શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સૂકાન્તકુમાર સેનાપતિએ રાજ્યપાલશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત
