ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.4
મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા પ્રેરિત, ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા માર્ગદર્શિત અને ટીપ, નોડલ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સ વી.કે.પરમારના સયુંકત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન વેગ વંતુ બન્યું છે.
- Advertisement -
પોરબંદરના સાંદિપની ઓડિટોરિયમ ખાતે આંગણવાડીની બહેનો અને મુખ્ય સેવિકાઓ સાથે મતદાર જાગૃતિ અંગે એક વિશેષ બેઠકનું આયોજન થયું હતું. ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી, નોડલ ઓફિસર ફોર ટીપ અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, ઉપરાંત કલેક્ટર કે.ડી. લાખાણીના ધર્મપત્નીશ્રી હર્ષાબેન લાખાણી ઉપસ્થિત રહ્યાં હતાં.
પોરબંદરમાં સખી મંડળના 500થી વધુ બહેનોએ મતદાનના જાગૃતિના શપથ લીધા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.4
પોરબંદર જિલ્લામાં ગત વર્ષોમાં ચૂંટણી દરમિયાન બહેનોનું ઓછું મતદાન થતું હોવાથી આગામી તા.7 મેના બહેનોનું રેકોર્ડ બ્રેક મતદાન થાય તે અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સખી મંડળના બહેનો સાથે બેઠક યોજી હતી. પોરબંદરના સાંદિપની ઓડિટોરિયમ ખાતે સખી મંડળની બહેનો સાથે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન થયું હતું.
ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી અને ડાયરેક્ટર ડી.આર.ડી.એ. રેખાબા સરવૈયા, સ્વીપ નોડલ ઓફિસર પરમાર, ડી.આઇ.સી. પરમાર અને ફિશરીશના કોડિયાતરની ઉપસ્થિતમાં આયોજન થયું હતું.