સર્વિસ સ્ટેશન પણ ભસ્મીભૂત થયું ; ફાયરબ્રિગેડ ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના નવા બસ સ્ટેન્ડમાં ગઈકાલે બપોરે અચાનક એક વોલ્વો બસમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આ બસ આખી સળગી ગઈ હતી જોકે ડ્રાઈવર સમય સુચકતા વાપરીને બસની નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી. મોરબીના નવા બસ સ્ટેન્ડ અંદર આવેલ સર્વિસ સ્ટેશનમાં રહેલી જીજે-07-વાયઝેડ-7174 નંબરની મોરબી નાથદ્વારા રૂટની બે માળની વોલ્વો બસમાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ બસ સર્વિસ સ્ટેશનમાં હોવાથી બસમાં ડ્રાઈવર સિવાય કોઈ ન હતું એટલે ડ્રાઈવર પણ બસમાંથી હેમખેમ નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી. આ વોલ્વો બસ ભડભડ સળગી ઉઠતા આખી બસ બળીને ભસ્મીભૂત થઈ હતી અને સર્વિસ સ્ટેશનને પણ આગથી નુકશાની થઈ હતી જો કે ફાયર બ્રિગ્રેડની ટીમે તાકીદે દોડી જઈને બસમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જો કે અહીંથી બસ સ્ટેન્ડનો પેટ્રોલપંપ નજીક જ હોવાથી વહેલી તકે આગ કાબુમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
મોરબીના નવા બસ સ્ટેન્ડમાં વોલ્વો બસ અગનગોળો બની
