ખાસ-ખબર ન્યૂઝ અમરેલી,
અમરેલીમાં 44 ડીગ્રી આસપાસ તાપમાનનો પારો જોવા મળ્યો છે. ધોમધમતા તાપમાં જંગલના રાજા સિંહ પણ ત્રાહિમામ પોકારી ગયાં છે. આ અસહ્ય ગરમીમાં લોકોની સાથે અબોલ જીવ પણ મુશ્કેલીમાં મુકાયા છે. અને અગનગોળા વરસાવતી ગરમીના કારણે જંગલના રાજા પણ પાણી માટે વલખા મારતા હોય તેવો વિડિયો હાલ સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે. આ વિડિયો સાવરકુંડલાના ઘોબા નજીક મેરામણ નદીના કાઠાં વિસ્તારમાં જંગલના રાજા પાણીની શોધમાં વલખા મારતા જોવા મળતા સિંહનો વિડીયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે. અને મેરામણ નદીમાં સિંહ ખાડો ગાળીને ગરમીથી બચવાનો પ્રયત્ન કરે છે.
- Advertisement -
અને પાણીની અવસ્થા વચ્ચે સિંહની અવદશા થઇ ગઇ છે. આ વીડિયો ઘોબા ગામના સિંહપ્રેમી દિલુંભાઈએ પોતાના મોબાઇલ કેમેરામા કેદ કર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં સિંહ પ્રેમીઓએ સવાલ ઉઠાવ્યો છે. આ બાબતે સિંહપ્રેમી દિલુભાઇએ જણાવ્યુ કે, ઘોબા ગામ નજીક શેત્રુંજી નદીના કાંઠે વિસ્તારમાં 20 થી વધુ સિંહો વસવાટ કરી રહ્યાં છે.અને આ વિસ્તારમાં રહેતા સિંહ માટે પાણીની કુત્રિમ કુંડ ચાલુ કરવાની માંગ કરી છે.