અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી છે કે તેમનો ખાસ મિત્ર તેમને છોડીને જતો રહ્યો છે.
બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન ખૂબ જ દુઃખી છે. તેમની ઉંમરના આ તબક્કે તેમનો ખૂબ જ નજીકનો સાથી તેમનો સાથ છોડીને આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી ગયો. અભિનેતાએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.
- Advertisement -
અભિનેતાએ જણાવ્યું કે તેના પાલતુ કૂતરાનું નિધન થઈ ગયું છે. આટલું જ નહીં, અભિનેતાએ પોતાના કૂતરા સાથેની પોતાની એક તસવીર શેર કરીને એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.
View this post on Instagram- Advertisement -
અમિતાભે શેર કરી તસવીર
અભિનેતાએ શેર કરેલી તસવીરમાં બિગ બી તેના નાના મિત્રને ખોળામાં લઈને ઉભેલા જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા અમિતાભે લખ્યું, “અમારો એક નાનો મિત્ર; કામની ક્ષણો. પછી તેઓ મોટા થાય છે. અને એક દિવસ તેઓ જતા રહે છે.” બિગ બીએ આ ઈમોશનલ કેપ્શન સાથે ક્રાઈંગ ઈમોટિકોન પણ બનાવ્યું છે.
બિગ બીને દુઃખી જોઈ ફેન્સ પણ થયા ભાવુક
બોલિવૂડના બાદશાહને દુઃખી જોઈને તેમના ફેન્સ પણ ભાવુક થઈ ગયા છે. તે તેમની પોસ્ટ પર કમેન્ટ કરીને અભિનેતાને સાંત્વના આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, પ્રેમની જેમ પાળતુ પ્રાણી પણ ખૂબ કિંમતી છે.
અન્ય એક ફેને લખ્યું, “અને તેઓ જે પ્રેમ આપે છે તે પ્રેમનું સૌથી શુદ્ધ સંસ્કરણ હોય છે.” અન્ય ફેન્સે લખ્યું, ‘સાથે લાંબો ન હોય પરંતુ તે પ્રેમ ભરપુર આપે છે. માણસના શ્રેષ્ઠ મિત્રને તે આમ જ નથી કહેવામાં આવતા.’