કોમ્બિંગ અને વાહન ચેકિંગ દરમિયાન કાર્યવાહી
સઘન પુછપરછમાં અગાઉ પણ બે કારની ચોરી કર્યાની કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદમાં ગંભીર ગુનાઓને અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કોમ્બિંગ અને વાહન ચેકીંગ કરવા માટે તમામ પોલીસ સ્ટાફને આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર જે ડીવીઝન એસીપીના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટાફ વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે એક કારને રોકી તપાસ કરતા તે કાર ચોરીની હોવાનું બહાર આવતા કારના ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
અમદાવાદ વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી.ઝાલા સહિતનો સ્ટાફ વાહન ચેકીંગ કરી રહ્યો હતો ત્યારે સદભાવના પોલીસ ચોકી પાસેથી શંકાસ્પદ શખ્સ ઈકો કાર નંબર ૠઉં 27 ઊઉ 8271 લઈને પસાર થતા વટવા પોલીસ સ્ટાફે તેને રોકી તપાસ કરતા તે કાર ચોરીની હોવાનું જાણવા મળ્યું અને તેની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હોવાનું બહાર આવ્યુ હતું. ત્યારે વટવા પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે આરોપી વસીમ મોહમ્મદ શકીલ કુરેશીની ધરપકડ કરી ચોરી કરેલી ઈકો કારને કબ્જે કરી હતી. તેમજ અગાઉ ચોરી કરેલી કાર મળી કુલ 3,00,000નો મુદામાલ કબ્જે લીધો છે.
ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી આગાઉ પણ અનેક ચોરી કર્યાની કબૂલાત આપી છે. આરોપી કારને ડાયરેક્ટ કરી વાહન ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું સઘન પુછપરછમાં બહાર આવ્યું છે. આરોપી સામે અગાઉ મણિનગર પોલીસ સ્ટેશનમાં 1 અને વટવા પોલીસ સ્ટેશનમાં 2 ચોરીના ગુના નોંધાયા છે. પોતાને કોઈ કામધંધો ના હોય જીવન નિર્વાહ ચલાવવા ચોરી કરવાના રવાડે ચડી ગયો હોવાની કબૂલાત કરી છે.