તાજેતરમાં જ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં વધુ એક રેકોર્ડ ઉમેરાયો છે. જોકે, આ થોડો અલગ છે, જેના વિશે જાણીને તમે પણ તંગ રહી જશો. આ એક જ જગ્યાએ એક જ નામ ધરાવતા ઘણા લોકોનો ભેગા થવાનો રેકોર્ડ છે. જે ખરેખર રસપ્રદ છે. તમે તમારી શાળા, કોલેજ કે ઓફીસમાં એક જ નામના એક, બે કે વધુમાં વધુ ત્રણ લોકોને જોયા હશે. પરંતુ જાપાનમાં એક-બે નહીં પરંતુ એક જગ્યાએ એક જ નામના 178 લોકો એક સમયે હાજર રહ્યા હતા. જેમનું નામ મંગળવારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (જીડબલ્યુઆર)માં સામેલ થઇ ગયું છે.
વાસ્તવમાં ટોક્યોના શિબુયા જિલ્લાના અનેક ઓડિટોરીયમમાં હિરોકાઝુ તનાકા નામના 178 લોકો એક જગ્યાએ એકઠા થયા હતા. જેણે ખરેખર એક આશ્ર્ચર્યજનક વાતાવરણ ફેલાવી દીધું હતું. વિશેષ વાત એ હતી કે આ કાર્યક્રમને સમાન નામના લોકોનો સૌથી મોટો મેળાવડો એવું નામ આપવામાં આવ્યું હતું. જે હવે વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. જણાવી દઇએ કે આ પહેલા માર્થા સ્ટુઅટર્સ નામના 164 લોકોએ વર્ષ 2005માં અમેરિકામાં એકસાથે આવીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
- Advertisement -
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર કાર્યક્રમનો માસ્ટર માઇન્ડ હિરોકાઝુ તનાકા હતો. જે ટોક્યોનો એક કોર્પોરેટ કર્મચારી હતો, જેનો આઈડિયા એકજ નામના લોકોને એક સાથે લાવવાનો હતો. જણાવી દઇએ કે આ મેળાવડામાં સૌથી નાનો હિરોકાઝુ તનાકા ત્રણ વર્ષનો હતો જ્યારે સૌથી મોટો હિરોકાઝુ તનાકા 80 વર્ષનો વૃધ્ધ હતો.
ગિનેશ વર્લ્ડ રેકોર્ડ જાપાને આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના સતાવાર ટિવટર હેન્ડલથી શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 મીલીયનથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. તે જ સમયે, આ વીડિયોને 40 હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે.