સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના વિદ્યાર્થીઓ જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન જૂનાગઢ, ગિર સોમનાથ, પોરબંદર, દેવભુમિ દ્વારકા જીલ્લાની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ એન.એસ.એસ.(રાષ્ટ્રીય સેવા યોજના)નાં કેડેકટ્સને રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રના ભવિષ્ય પર પોતાનાં દ્રષ્ટિકોણ અને વિચારો વ્યક્ત કરવાની અનોખી તક ઉપલબ્ધ થઇ છે.
- Advertisement -
રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ (ગઢઙઋ) 2019થી દર વર્ષે આયોજિત કરવામાં આવે છે જેની વિકસિત ભારત યુવા સંસદ તરીકે ફરીથી કલ્પના કરવામાં આવી છે જેથી ભારતમાં યુવાઓને પોતાનું મંતવ્ય વ્યક્ત કરવાનું એક પ્લેટફોર્મ મળી શકે. ભારતના યુવાનો માત્ર વિકાસના લાભાર્થી નથી, પણ તેના ભવિષ્યના શિલ્પકાર પણ છે તેવા વિઝન સાથે વિકસિત ભારત 2047 સહ સંકળાયેલ વિકસિત ભારત યુવા સંસદ ભારતાના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 2017માં પ્રસ્તાવિક કરવામાં આવ્યુ હતુ. ભારતના યુવાનો માટે આપણા રાષ્ટ્રના ભવિષ્ય પર તેમના દ્રષ્ટિકોણ અને વિચારો વ્યક્ત કરવાની આ એક અનોખી તક છે ત્યારે ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ. સંલગ્ન કોલેજમાંથી વિકસિત ભારત યુવા સંસદમાં ભાગ લેવા ઇચ્છતા 18 થી 25 વર્ષના વિદ્યાર્થીઓ (એન.એસ.એસ. સ્વયંસેવકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ) માય ભારત પોર્ટલ પર Mega Event dp„ Viksit Bharat Youth Parliamentપર પોતાનું રજીસ્ટ્રેશન પુર્ણ કરી What does Viksit Bharat mean to you?quot; rવિષય પર વિડીયો બનાવી અપલોડ કરી સહભાગી બન્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા અપલોડ કરવામાં આવેલ વિડીયોનું યુનિ. સ્ક્રિનીંગ કમિટી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.