ચાર ફૂટ લાંબી ચાવી: અલીગઢનાં કારીગરે બનાવેલા તાળાનો ઉપયોગ કયાં કરવો તેની દ્વિધા
ઉતર પ્રદેશનાં અલીગઢના એક કારીગરે અયોધ્યામાં બની રહેલા રામમંદિર માટે 400 કિલોગ્રામનું તાળુ બનાવ્યું છે. આગામી વર્ષે જાન્યુઆરીમાં ભકતો માટે રામમંદિરના દ્વાર ખુલે તેવી આશા છે.
- Advertisement -
ભગવાન રામનાં એક ઉત્સાહી ભકત અને તાળા બનાવનાર કારીગર સત્યપ્રકાશ શર્માએ વિશ્વનું સૌથી મોટુ તાળુ બનાવવા માટે મહિનાઓ સુધી મહેનત કરી, જેને એ હવે વર્ષનાં અંતમાં રામ મંદિર વ્યવસ્થાપકોને ભેટ સ્વરૂપે આપવાની યોજના બનાવી છે.
શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક પદાધિકારીએ કહ્યું કે, તેમને મોટી સંખ્યામાં ભકતો પાસેથી પ્રસાદ મળી રહ્યો છે અને હવે એ જોવુ પડશે કે તાળાનો ઉપયોગ કયાં કરવામાં આવી શકે છે.
તાળા બનાવનાર કારીગર સત્યપ્રકાશ શર્માએ કહ્યું કે, તેમના પૂર્વજો એસ સદીથી વધુ સમયથી હસ્તનિર્મિત તાળા બનાવતા આવ્યા છે. હું 45 વર્ષથી વધુ સમયથી તાળા નગરી તરીકે ઓળખાતા અલીગઢમાં તાળાઓને તૈયાર કરવાનું કામ કરી રહ્યો છે.
- Advertisement -
તેમણે રામ મંદિરને ધ્યાનમાં રાખીને ચાર ફૂટ લાંબી ચાવીથી ખુલે તેવુ વિશાળ તાળુ બનાવ્યુ, જે 10 ફૂટ ઉંચુ, 4.5 ફૂટ પહોળુ અને 9.5 ઈંચ મોટુ છે. આ તાળાના આ વર્ષના આરંભમાં અલીગઢ વાર્ષિક પ્રદર્શનીમાં પ્રદર્શિત કરાયુ હતું. અને હવે શર્મા તેમાં નજીવા સંશોધન અને શણગારમાં વ્યસ્ત છે. આ તાળુ બનાવવા માટે લગભગ રૂપિયા બે લાખનો ખર્ચ થયો છે.