જલીયાણ કુટિર ગુ્રપ અનોખી આયોજન
જ્યાં જલારામ જયંતિનું આયોજન થતું હશે ત્યાં ગ્રુપ દ્વારા જલારામ કુટિરનું નિર્માણ કરી અપાશે
ખાસ-ખબર સંવાદદાતા
જલીયાણ કુટીર ગુ્રપ દ્વારા રાજકોટમાં સતત બીજા વર્ષે અનેક સ્થળોએ જલારામ બાપાની કુટીરનું નિર્માણ કરી તા. 19/11ને રવિવારના રોજ પૂજ્ય જલારામ બાપાની રર4મી જન્મ જયંતિની અનોખી ઉજવણી કરાશે. સંત શીરોમણી જલારામ બાપાના રર4માં પ્રાગટય પર્વના ભક્તિમય, ભાવભીના ઉત્સવની જલીયાણ કુટીર ગુ્રપ દ્વારા શહેરમાં સંતો, મહંતો, વડીલો તેમજ લાખો ભાવિક સમુદાયના સથવારે એક અનેરી ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં જલીયાણ કુટીર ગુ્રપ દ્વારા શહેરના અલગ-અલગ સ્થળોએ જલારામ કુટીરનું નિર્માણ કરવામાં આવશે.
સમગ્ર આયોજનને રઘુવંશી વડીલોના માર્ગદર્શન હેઠળ રાજ ભુપતાણી, મેહુલ જસાણી, નિરવ રૂપારેલીયા, સાર્થક ગણાત્રા, ધર્મેન્દ્ર કારીયા, સંદીપ ગંદા, કરણ કારીયા, પરેશ દાવડા, પાર્થ સચદે, રાજ પલાણ, યશ કારીયા, જીગ્નેશ રૂપારેલીયા, હિરેનભાઈ અનડકટ, ધવલ પાંધી, લલીતભાઈ બુધ્ધદેવ, શુભમ ખંધેડીયા, યશ પોપટ, યજ્ઞેશ પોપટ, સંજયભાઈ જીમુલીયા, સિધ્ધાર્થ રૂપારેલીયા, કિશન ચોલેરા, ભદ્રેશ વડેરા સહિતનાઓ જહેમત ઉઠાવી રહયા છે.
જલીયાણ કુટીર ગુ્રપના માર્ગદર્શક તરીકે મિતેશભાઈ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્ના, રાજેશભાઈ જટણીયા, સાગરભાઈ તન્ના, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, શીલ્પાબેન પુજારા, રઘુરાજ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, કેતનભાઈ સુચકનો વિશેષ સહયોગ મળી રહયો છે. આ કાર્યમાં જોડાવવા તથા આ અંગેની વિશેષ માહિતી માટે સાર્થકભાઈ (90999 ર9994) અને નિરવ રૂપારેલીયા (83ર08 9ર609)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.