વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતાનગરમાં રાજ્યોના પર્યાવરણ મંત્રીઓ સાથે બે દિવસીય રાષ્ટ્રીય સંમ્મેલનનું ઉદઘાટન કર્યુ. તેની સાથે જ તેમણે પર્યાવરણ મંત્રીઓના સંમ્મેલનને સંબોધિત કર્યુ. સંમ્મેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સંમ્મેલનમાં હાજર બધા રાજયોથી પર્યાવરણ સંરક્ષણમાં સર્વોત્તમ પ્રથાઓને શીખવવા અને સમગ્ર ભારતમાં સફળ સમાધાન લાગુ કરવા માટેનો આગ્રહ કરૂ છું. આપણે એવા સમયે મળી રહ્યા છિએ, જયારે ભારત આવનારા 25 વર્ષ માટેના એક નવા લક્ષ્યાંકો નક્કી કરી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, આજનું નવું ભારત, નવા વિચાર, અને નવા એપ્રોચ સાથે આગળ વધી રહ્યું છે. આજે ભારત ઝડપથી વિકસીત થઇ રહેલી આર્થવ્યવસ્થા છે અને સતત પોતાની ઇકોલોજીને મજબૂત કરી રહી છે. આપણા ફોરેસ્ટ કવરમાં વૃદ્ધિ થઇ છે, અને ઝરણાંઓના એરિયામાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. ભારત આજે દુનિયાનું નેતૃત્વ કરી રહ્યું છે. આવનારા 25 વર્ષ દેશ માટે મહત્વપૂર્ણ છે. પોતાના કમિટમેન્ટ પૂરા કરવા માટે અમે ટ્રેક રેકોર્ડના કારણથી જ દુનિયા આજે ભારત સાથે જોડાય રહી છે.
- Advertisement -
PM Shri @narendramodi addresses National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat. https://t.co/pjMkK3ZzYM
— BJP (@BJP4India) September 23, 2022
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા વર્ષોમાં ગીરના સિંહ, વાઘ, હાથીઓ, અને એક શિંગડાવાળા ગેંડા, તેમજ દિપડાની સંખ્યામાં વૃદ્ધિ થઇ છે. કેટલાક દિવસો પહેલા મધ્ય પ્રદેશમાં ચિત્તાની પણ ઘર વાપસી થઇ છે. ભારતએ વર્ષ 2070 સુધી નેટ ઝીરોનો ટાર્ગટ રાખ્યો છે. હવે દેશનું ફોક્સ ગ્રીન ગ્રોથ પર છે, ગ્રીન જોબ્સ પર છે, અને આ બધા લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે, દરેક રાજ્યોના પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા બહુ મોટી છે.
હું બધા જ પર્યાવરણ મંત્રીઓને આગ્રહ કરૂ છું કે, રાજ્યોમાં સર્કુલર ઇકોનોમીને વધુમાં વધુ પ્રોત્સાહન આપે. જેનાથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિ એ જ આપણા અભિયાનને તાકાત આપશે. આજકાલ અમે જોઇ રહ્યાં છિએ કે કયારેક જે રાજ્યોમાં ખૂબ પુષ્કળ પાણી હતું,ગ્રાઉન્ડ વોટર ઉપર રહેતું હતું, ત્યાં આજે પાણીની અછત જોવા મળે છે. આ પડકાર ફક્ત પાણી વિભાગ સાથે જોડાયેલો નથી, પરંતુ પર્યાવરણ વિભાગએ પણ આને મોટો પડકાર સમજવો પડશે.