ચીનના નિવેદન પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી, માનહાનિનો કેસ સ્થગિત કર્યો
સુપ્રીમ કોર્ટે આજે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને તેમના ભારતીય સેના પરના નિવેદન બદલ ફિટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તમે સાચા ભારતીય હોત તો આ પ્રકારના નિવેદનો આપ્યા ન હોત. જો કે, સેના વિશે વાંધાજનક નિવેદન મામલે લખનઉની કોર્ટમાં ચાલી રહેલી રાહુલ ગાંધી પર કાર્યવાહી પર પણ રોક મૂકી છે.
- Advertisement -
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું કે, તમે વિપક્ષ નેતા છો. સંસદમાં સવાલો ઉઠાવવાના બદલે સોશિયલ મીડિયા પર આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. તમને ખબર છે કે, ચીને ભારતની 2000 કિમી જમીન પર કેવી રીતે કબજો મેળવ્યો. જ્યારે પણ સરહદ પર તણાવની સ્થિતિ હોય ત્યારે કોઈ સાચો ભારતીય હોય તે, આ પ્રકારના નિવેદનો આપે નહીં.
ફ્રિડમ ઓફ સ્પીચનો દુરૂપયોગ ન કરશોઃ સુપ્રીમ
જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તેમણે સવાલો ઉઠાવવા જ હતા, તો સંસદમાં ચર્ચા કરતાં. સોશિયલ મીડિયા પર લખવાની શું જરૂર હતી. જો તમારી પાસે ફ્રિડમ ઓફ સ્પીચનો હક છે, તો તેનો અર્થ એ નથી કે, તમે કંઈ પણ કહેશો. તેમણે જે પણ ટીપ્પણીઓ કરી, શું તેનો વિશ્વસનીય આધાર છે તેમની પાસે?
- Advertisement -
વર્ષ 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું કે, ચીનના સૈનિકોના હાથે ભારતીય સેના માર ખાઈ રહી છે. આ મામલે રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો દાવો નોંધાયો હતો. અલાહાબાદ હાઈકોર્ટે 29 મેના રોજ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીના સમન્સના આદેશના પડકારતી અરજી ફગાવી દીધી હતી.
લોકોએ ભારત જોડો યાત્રા વિશે પૂછ્યું, ન કે…
સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, લોકો તમને ભારત જોડો યાત્રા વિશે પૂછશે, ન કે, ચીને ભારતની 2000 ચોરસકિમી જમીન પર કબજો કરી લીધો છે તેના વિશે… ભારતીય સેનાના 20 જવાનની હત્યા, અરૂણાચલ પ્રદેશમાં આપણા સૈન્યે કરેલો સામનો વિશે કોઈ પૂછી રહ્યુ નથી. તમે એવો ખોટો દેખાવ ન કરો કે, લોકો કશું જાણતા નથી.