ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલા-સાવકુંડલા હાઇવે પર ટ્રક પલ્ટી માર્યાના ઘટના બની હતી. રાજુલા તાલુકાના ઝાપોદર ગામે સિમેન્ટ ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો હતો. અચાનક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી ખાધો. ટ્રક પલ્ટી મારતાં ડ્રાઇવનો થયો આબાદ બચાવ થયો હતો. ટ્રક પલ્ટી મારતાં નાનામોટુ નુકશાન થવા પામેલ. આ ઘટનાની જાણ ગામનાં સરપંચ મનુભાઇ ધાખડા સહીત ગ્રામજનો દોડી ગયા હતા. ટ્રક પલ્ટી મારતાં વીજ વાયર સાથે અથડાતા થોડા કલાકો સુધી ઝાપોદર ગામમાં વીજ પુરવઠો બંધ રહ્યો હતો. હાલ વીજ પુરવઠો કાર્યરત થઇ ગયો છે.