ખાસ-ખબર સંવાદદાતા
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ અન્વયે ભારત સરકાર, ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ એન.એસ.એસ. વિભાગ દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ જેમાં ચોક્સી કોલેજ, મહિલા કોલેજ, સરકારી વિજ્ઞાન કોલેજ અને વન વિભાગ વેરાવળના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ સરકારી કુમાર છાત્રાલય વેરાવળ ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મદદનીશ સમાજકલ્યાણ અધિકારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા સ્વયં સેવક ભાઈ બહેનો દ્રારા સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.