ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
667 પ્રીસાઈડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરે તાલીમ મેળવીલોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પોરબંદર જિલ્લાના કુતિયાણા વિધાનસભામાં મતદાર વિભાગનું મતદાન તા.07 મે ના યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ર્વિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ જિલ્લાના કુતિયાણા મતદાર વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પ્રીસાઈડિંગ ઓફિસર, પોલીંગ ઓફીસર, અને આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરની મદદનીશ ચૂંટણી અધિકારીની રાહબરી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતા. આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સુપરવાઇઝરની કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા ફોર્મની વિગતો ભરવા, રજીસ્ટરમાં તેની નોંધણી, મતદાન પ્રક્રિયા સહિત તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.