પોલીસ સહિત તમામ સંબંધીત ખાતા સાથે ‘વ્યવહાર’
સદર બજાર દારૂગોળાનાં ગંજ પર: પરંતુ તંત્રને પગલાં લેવામાં રસ નથી: શા માટે?
- Advertisement -
શિવ-સંતોષ દુકાન ધરાવતાં સન્મુખ વઘિયાને ઝડપી લેવાય તો ઘણાં રહસ્યો બહાર આવે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સદર બજારમાં ફટાકાંડની સીઝન સાથે ગેરકાયદે વેપારની મોસમ પણ પૂરબહારમાં ખીલી છે. ગઈકાલે ‘ખાસ-ખબર’એ આ અંગે પ્રકાશિત કરેલાં અહેવાલ પછી આખી બજારમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સદર બજારમાં દુકાન ધરાવતાં ત્રણ હૉલસેલરો દ્વારા નિયત મર્યાદા કરતાં અનેકગણો વધુ સ્ટોક રાખવામાં આવે છે અને તેને કારણે આખા દર વિસ્તાર પર જોખમ ઝળુંબતું રહે છે. સદર બજારમાં આવેલી સોની, સંતોષ અને શિવ નામની ફટાકડાંની હોલસેલ દુકાનોમાં નિયત સ્ટોક મર્યાદા કરતા અનેકગણો માલ રાખવામાં આવતો હોવાનું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. આવી ગેરરીતિ બદલ અહીંનાં હૉલસેલર પોલીસને ધૂમ હપ્તા આપવાની વાત પણ વહેતી થઈ છે. શહેર પોલીસની મહત્ત્વની બ્રાન્ચો સાથેનો તમામ વહીવટ વેપારીઓ વતી શિવ અને સંતોષ સિઝન સ્ટોરનાં માલીક સન્મુખ વઘિયા સંભાળતા હોવાનું સૂત્રો જણાવે છે. આ સન્મુખ વઘિયાને કારણે જ ફટાકડાંના સ્ટોકમાં ભરપૂર ગેરરીતિ કરતાં હૉલસેલરોનો વાળ પણ વાંકો થતો નથી.
- Advertisement -
સન્મુખ વઘિયાને કોણ પકડશે? ક્યારે?
હવામાં ફાયરિંગ અને ફટાકડાંમાં ખુલ્લેઆમ ગેરકાયદે સ્ટોક…
આ રિવોલ્વર ફટાકડાંની કે નકલી નથી!
ખાસ-ખબર સંવાદદાતા
સદર બજારમાં હૉલસેલર ફટાકડાં વિક્રેતાનું પોલીસ સાથે સેટિંગ કરાવવાનો જેનાં પર આરોપ છે- એ સન્મુખ વઘિયાનો હવામાં ફાયરિંગ કરતો ફોટો ‘ખાસ-ખબર’ને હાથ લાગ્યો છે. આ ફાયરિંગ તેણે પોતાનાં પુત્ર બન્ટીનાં જન્મ દિવસ વખતે કર્યું હોવાની માહિતી મળે છે. આ રિવોલ્વર કોની છે- એ પણ તપાસનો વિષય છે. જો આ રિવોલ્વરનું લાયસન્સ સન્મુખનાં નામે હોય તો તેની ધરપકડ થવી જોઈએ, મિત્રની હોય તો બંનેની ધરપકડ થવી જોઈએ. અને હા! આ રિવોલ્વર ફટાકડાંની કે નકલી નથી!