ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના નવા નાગડાવાસ ગામે આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં સોખડા, કૃષ્ણનગર, મધુપુર, રામપર, વાઘપર અને જુના નાગડાવાસ એમ કુલ છ ગામની પ્રાથમિક શાળાના બાળકોની એક દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં રામપર રોયલ્સ અને નાગડાવાસ લાયન્સ વચ્ચે દિલધડક ફાઈનલ રમાયો હતો જેમાં જુના નાગડાવાસ ગામની શાળાની ટીમ ફાઈનલમાં વિજેતા જાહેર થઈ હતી.
વિજેતા ટીમના પ્લેયર કૌશલ નિમાવતને મેન ઓફ ધ સીરીઝ ઘોષિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ બપોરે તમામ બાળકોને મનગમતો અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડમાં બાળકોને રમતા જોઈને આવનાર સમયમાં સ્ત્રી સશક્તિકરણને અનુલક્ષીને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દિકરીઓની પણ એક ટુર્નામેન્ટ તાલૂકા શાળા તરફથી યોજાય એવી આશા ગ્રાઉન્ડના માલિક સુરેશભાઈ ડાંગર તરફથી વ્યક્ત કરવામાં આવી હતી.