રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક મળી
બાંધકામના કુલ પાંચ કામો માટે રૂા.39 કરોડથી વધુના વિકાસ કામો કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક આજરોજ મળી હતી જેમાં કુલ 29 કામોની રૂા. 51.85 કરોડના ટેન્ડર તથા વહીવટીના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આજરોજ મળેલી રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન પી. જી. ક્યાડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં રૂા. 51.85 કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. બાંધકામના કુલ પાંચ કામ મોટા રૂા. 39,05,10,504ના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું હતું. સિંચાઈના કુલ 11 કામો માટે કુલ રૂા. 7,68,96,851 ટેન્ડરને મંજૂરી આમ કુલ પાંચ કામોની વહીવટી મંજૂરી રૂા. 5,05,88,000 મળી હતી. આમ આજની મળેલી કારોબારીમાં પંચાયત શાખા માટે 2 નવા કોમ્પ્યુટર તેમજ 1 સ્કેનર કમ પ્રિન્ટર ખરીદવા રૂા. 3,00,000 સુધીના ખર્ચ તેમજ પંચાયત વિકાસ સુચકાંક અંગે યોજાયેલા રિજિઓનલ વર્કશોપમાં જમવા અંગેના બીલ કુલ રૂા. 43,065ની મંજૂરી એમ કુલ રૂા. 3,43,065ના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે.
મહેસુલ શાખા માટે 1 નવુ કોમ્પ્યુટર તેમજ 1 નવું પ્રીન્ટર ખરીદવા માટે રૂા. 1,50,000 સુધીના ખર્ચ તેમજ વિંછીયા તાલુકાના ભોંયરા ગામના અરજદાર ખીમાભાઈ લાખાભાઈ બાવળીયાએ જાહેર હરરાજીથી લીધેલ પ્લોટની 3-4 રકમ ભરવા મુક્ત કોન્ડોન કરવા અંગેની મંજુરી આપવામાં આવી છે. જમીન દબાણ શાખા માટે નવા કોમ્પ્યુટર સેટ તથા નવા પ્રિન્ટરની ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં બિનઆદિવાસી વિસ્તારમાં 7 નવા પશુ દવાખાના સ્થાપવા બાબત તેમજ ત્રણ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના સ્થળાંતર બાબતની મંજૂરી આપવામાં આવી છે.
જસદણ તાલુકાના ભાડલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ કવાર્ટર અને રાજકોટ તાલુકાના સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ સ્ટાફ કવાર્ટર ડિસ્મેન્ટલ કરવા બાબતની મંજૂરી આપવામાં આવી છે. બાંધકામના કુલ 5 કામોના કુલ રૂા. 39,05,10,504ના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. આમ સિંચાઈના કુલ 11 કામોના ટેન્ડર કુલ રૂા. 7,68,96,851 કુલ 5 કામોની વહીવટી મંજૂરી કુલ રૂા. 5,05,88,000 કુલ રૂા. 12,74,84,851ના સિંચાઈ કામોના ટેન્ડર તેમજ વહીવટી મંજુરી આપવામાં આવી છે. એકંદર કુલ મળી રૂા. 51,84,88,420ના 29 કામોને મંજૂર કરવામાં આવ્યા છે તેમજ આજની બેઠકમાં અધ્યક્ષ પી. જી. ક્યાડા, સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા કારોબારી સમિતિના સભ્યો, જિલ્લા પંચાયત રાજકોટના શાખાધિકારીઓ હાજર રહ્યા હતા.