-ફાળવાયેલ બજેટ કરતા ખર્ચ ચાર ગણો વધી ગયો
દેશના સૌથી મોટા ડિપ્લોમેટીક ઈવેન્ટ બની રહેલા જી-20ની શિખર બેઠક ખૂબજ સફળ રહી છે અને વૈશ્વીક મંચ પર ભારત એક સફળ આયોજક તરીકે પણ સ્થાન મેળવ્યું છે. તા.9-10 સપ્ટેમ્બર દિલ્હીના કાંતિ મેદાનમાં ખાસ તૈયાર કરાયેલા વિશાળ ભારત મંડપમ અને દિલ્હીને શણગારવામાં કોઈ કસર છોડવામાં આવી ન હતી તથા કેન્દ્રીય કેબીનેટના અનેક મંત્રીઓને ખાસ જવાબદારી પણ સોપવામાં આવી હતી. આ સમગ્ર શિખર બેઠક પાછળ કુલ રૂા.4254.75 કરોડનો ખર્ચ થયો છે
- Advertisement -
જે પુરેપુરો કેન્દ્ર સરકારે ભોગવ્યા. ભારત મંડપમ પાછળ જ રૂા.3600 કરોડનો ખર્ચ થયો છે. જો કે હવે તે એક કાયમી સુવિધા બની છે. દિલ્હી પોલીસનો ખર્ચ રૂા.360 કરોડ થયો છે. દિલ્હી મહાપાલિકાને રૂા.60 કરોડનો ખર્ચ થયો છે તો દિલ્હી જાહેર બાંધકામ વિભાગે રૂા.45 કરોડ કેન્દ્રીય સડક નિર્માણ વિભાગે રૂા.26 કરોડ દિલ્હી વિકાસ ઓથોરીટીએ રૂા.18 કરોડ દિલ્હી વન વિભાગે રૂા.16 કરોડ ખર્ચ થયો છે. કેન્દ્રએ જી-20માં બજેટમાં રૂા.990 કરોડની ફાળવણી કરી હતી તેના કરતા કુલ ખર્ચ ચાર ગણો થયો છે.