બંને દરોડામાં 6 શખ્સો પાસેથી રોકડ 26,460 રૂપિયા પણ જપ્ત કર્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે શહેરના ખરાવાડ વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસના પીએસઆઇ એ.કે.વાઘેલા, ધીરુભા પરમાર, સરફરાજભાઈ મલેક, નવઘણભાઈ, નરેન્દ્રસિંહ સહિતનાઓ દ્વારા દરોડો કરી સદ્દામભાઈ હુસેનભાઇ સામતાણી, મોહસીનભાઇ મહેબુબભાઈ ભટ્ટી તથા અલ્તાફભાઈ હૈદરભાઈ ભટ્ટી સહિતનાઓ ગુડદી પાસાનો જુગાર રમતા રોકડ 14,100 રૂપિયા સાથે ઝડપી લઇ તમામ ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
આ તરફ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના સ્ટાફને મોડી સાંજે શહેરના વાળની આશ્રમ નજીક વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરી અખતરભાઇ ગફારભાઈ ભટ્ટી, અબજલ ઉર્ફે બચુ ઇબ્રાહીમભાઇ મમાણી તથા જયપાલસિંહ સુરુભા ઝાલાને રોકડ 12,360 રૂપિયા સાથે ગુડદી પાસાનો જુગાર રમતા ઝડપી લઇ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.