ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ હેઠળ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએથી ઓનલાઈન કુલ 517 અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
ચૂંટણી પછી પ્રથમવાર પ્રજાકીય ફરિયાદોના નિવારણ અર્થે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએથી 344, તાલુકા કક્ષાએથી 156 અને જિલ્લા કક્ષાએથી 17 અરજીઓ ઓનલાઈન રજૂ કરવામાં આવી હતી.
આ રજૂઆતોનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અને ફરિયાદો અંગે નાગરિકોના સંતોષ સાથે સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ પ્રજાલક્ષી પ્રશ્નોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટેટ ગ્રીવન્સ પોર્ટલ પર મળેલ અરજીઓનો 100 ટકા હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.