ક્લીનર કમ જુનીયર ફાયરમેન સંવર્ગની કુલ-૨૫ જગ્યાઓ ભરવા માટે કુલ-૬૭૩૧ ઉમેદવારો માંથી કુલ-૨૫૫૭ ઉમેદવારો પ્રેક્ટીકલ પરીક્ષા આપી.
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાની ક્લીનર કમ જુનીયર ફાયરમેન સંવર્ગની કુલ-૨૫ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવેલ જેમાં કુલ-૬૭૩૧ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવેલ.
ક્લીનર કમ જુનીયર ફાયરમેન સંવર્ગની કુલ-૨૫ જગ્યાઓ માટે પ્રેક્ટિકલ ટેસ્ટનું આયોજન તા.૧૦/૧૧/૨૦૨૧ થી તા.૨૦/૧૧/૨૦૨૧ દરમ્યાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર, કોઠારિયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ઉમેદવારોની નિયત થયેલ વજન-ઉંચાઈ-છાતી, સ્વિમિંગ, ડીપ-ડાયવિંગ , રોપ ક્લાઈમ્બીંગ, રનીંગ વીથ હોઝ પાઈપ એન્ડ નોઝલ વિગેરે ટેસ્ટ લેવામાં આવેલ. જેમાં પ્રેક્ટિકલ ટેસ્ટ માટે પ્રતિ દિવસ અંદાજિત કુલ-૬૦૦ ઉમેદવારો બોલાવવામાં આવેલ. કુલ-૬૭૩૧ ઉમેદવારો માંથી કુલ-૨૫૫૭ ઉમેદવારો પ્રેક્ટીકલ પરીક્ષા માટે હાજર રહેલ અને ૪૧૭૪ ઉમેદવારો ગેરહાજર રહેલ આ પ્રેક્ટિકલ ટેસ્ટનું સંપૂર્ણ આયોજન મહેકમ શાખા દ્વારા કરવામાં આવેલ છે.
- Advertisement -
આમ, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાની ક્લીનર કમ જુનીયર ફાયરમેન સંવર્ગની પ્રેક્ટિકલ ટેસ્ટ એકંદરે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે.