ગુજરાતમાં કુલ 53.20 લાખથી વધુ ખેડુતો નોંધાયેલા છે જેમાં 37.28 લાખથી વધુ ખેડુતો રૂા.98285 કરોડથી વધુના દેવાના ડુંગર નીચે દબાયેલા છે એટલે કે રાજ્યના દરેક ખેડૂતના માથે સરેરાશ રૂા.2.63 લાખથી વધુ દેવું છે. અન્ય રાજ્યોની સરખામણીમાં આ મામલે ગુજરાતનો 7મો ક્રમ છે.
ગુજરાતમાં કુલ 5320626 ખેડૂતો નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડુતોએ 2022-23ના વર્ષ દરમ્યાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી અર્થાત આ ખેડુતોને માથે આટલી રકમનું દેવું હતું. ભલે, દરેક ખેડુતોએ વતા-ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતને માથે સરેરાશ 263595 રૂપિયાનું દેવું હતું. જે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં 9માં ક્રમે છે.
- Advertisement -
રાજ્યના આ લોન લેનારા ખેડૂતોમાંથી 29,90,413 ખેડુતોએ રૂપિયા 70159 કરોડની ક્રોપ લોન અને 738226 ખેડુતોએ 28135 કરોડની ટર્મ લોન લીધી હતી. તેની સરખામણીમાં દેશના તમામ રાજ્યોના કુલ 119631405 ખેડુતો દ્વારા લેવાયેલી કુલ રૂપિયા 1589400 કરોડની લોનમાં 9મા ક્રમની હતી. ખેડૂતો દ્વારા ખેતી માટે લેવાયેલી લોનમાં 2.60 લાખ કરોડની લોન સાથે તામિલનાડુ પ્રથમ આવે છે.
જ્યારે આંધ્રપ્રદેશ 167686 કરોડના દેવા સાથે બીજે અને રૂા.1.37 લાખ કરોડના લોન-દેવા સાથે રાજસ્થાન ત્રીજા નંબરે છે. ઉતરપ્રદેશ અને કર્ણાટક ચોથે-પાંચમે નંબરે છે. ગુજરાત દાયકાઓ-સૈકાઓથી પાણી અછતવાળું રાજ્ય ગણાતું હતું પરંતુ સરદાર સરોવર નર્મદા યોજના બાદ કૃષિ ક્ષેત્રે રાજ્યની સ્થિતિ સુધરી છે પરિણામ સ્વરુપ ગુજરાતમાં કુલ 147 લાખ હેકટર જમીનમાં ઉનાળું, શિયાળુ અને ચોમાસું વાવેતર થાય છે. માત્ર ચોમાસામાં 85,97,143 હેકટર જમીનમાં વાવેતર કરાય છે.
પરંતુ કરમની કઠણાઈ એ છે કે, રાજયમાં વરસાદ અને વાતાવરણ આધારીત 8 એગ્રીકલ્ચર ઝોનમાં ગુજરાત વહેંચાયેલું છે અને એટલે અહીં તમામ ઝોનમાં એક સરખી ખેતી થતી નથી. એમાં પણ અતિ-વૃષ્ટિ, વાવાઝોડા કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવતો હોય છે. જો કે, રાજ્ય સરકાર આવા સમયે ખેડુતોને સહાયરુપ થવા સહાય-પેકેજની જાહેરાત જરૂર કરે છે પણ તે થયેલા નુકશાન સામે કદાપિ પૂરતું હોતું નથી.
- Advertisement -