ગુજરાત સરકારની સ્પોર્ટ્સ યોજનાઓ
ગુજરાત સરકારે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે 2016માં ‘સ્પોર્ટ્સ પોલિસી’ રજૂ કરી હતી, જેનું નવીનીકરણ 2023માં કરવામાં આવ્યું. આ નીતિ હેઠળ, રાજ્યમાં ગ્રાસરૂટ લેવલથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીના ખેલાડીઓને તાલીમ, શિષ્યવૃત્તિ, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ‘ખેલ મહાકુંભ’ – ખેલ મહાકુંભ એ 2010થી શરૂ થયેલી એક મહત્વપૂર્ણ સ્ટેટ લેવલ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે,જે રાજ્યના લાખો યુવાનોને 28થી વધુ રમતોમાં ભાગ લેવાની તક આપે છે. આ કાર્યક્રમમાં ગામડાઓથી લઈને રાજ્ય સ્તર સુધીની સ્પર્ધાઓ યોજાય છે, જેમાં વિજેતાઓને રોકડ ઈનામો, સ્કોલરશિપ, અને ટ્રેનિંગની તકો મળે છે. 2023-24ના ખેલ મહાકુંભમાં અંદાજિત 50 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે રાજ્યના રમતગમત પ્રત્યેના ઉત્સાહને દર્શાવે છે. ‘શક્તિદૂત’ યોજના – આ યોજના હેઠળ ખેલાડીઓને આર્થિક સહાય અને નિષ્ણાત તાલીમ આપવામાં આવે છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓને મળતી અલગ-અલગ સુવિધાઓ
- Advertisement -
તાલીમ અને કોચિંગ સપોર્ટ
હાઇપરફોર્મન્સ સેન્ટર
સિન્થેટિક એથ્લેટિક ટ્રેક
સ્ટ્રેન્થ એન્ડ એન્ડયોરન્સ રૂમ
સાયકોલોજી રૂમ
સ્ટીમ સોના રૂમ એન્ડ ક્ધસલ્ટેશન રૂમ
હાઇપરફોર્મન્સ જિમ
જકુઝી
મલ્ટી પર્પઝ હોલ
હોસ્ટેલ સુવિધા
ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ગ્રાઉન્ડ્સ
ચેન્જ રૂમ
કલાઇમ્બિંગ વોલ
ડોર્મીટરી
શૂટિંગ રેન્જ
ઇન્ડોર અને આઉટડોર
અમદાવાદ બનશે ઓલિમ્પિક સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, 1.10 લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે અને ઓલિમ્પિકની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની માટે આદર્શ સ્થળ બની શકે છે. આ સ્ટેડિયમની આસપાસ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થઈ રહ્યું છે, જે 300 એકરમાં ફેલાયેલું હશે અને 10 નવા સ્ટેડિયમોનો સમાવેશ કરશે. આ એન્ક્લેવ 3000 એથ્લેટ્સ માટે ઓલિમ્પિક વિલેજ તરીકે પણ કામ કરશે.
સાબરમતી રિવરફ્રન્ટ: સાબરમતી રિવરફ્રન્ટ હાલ ફેઝ-ઈંઈંમાં નિર્માણાધીન છે, વોટર સ્પોર્ટ્સ જેવી રમતો માટે રિવરફ્રન્ટ યોગ્ય સ્થળ બની શકે છે. આ રિવરફ્રન્ટ પર 2 કિલોમીટર જેટલા વિસ્તારમાં ઓલિમ્પિક-સ્ટાન્ડર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાનું આયોજન છે, જેમાં વોટર બેરેઝનું નિર્માણ થઈ રહ્યું છે.
નારણપુરા ખાતે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ: અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં ઓલિમ્પિક કક્ષાનું નવીન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ પામ્યું છે, જે ઓલિમ્પિક કક્ષાની વિવિધ રમતોની યજમાની કરવા સજ્જ છે. ટૂંક સમયમાં આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને ખુલ્લું મૂકવામાં આવી શકે છે.
શહેરી વિકાસ અને પરિવહન: અમદાવાદનું શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓલિમ્પિકની યજમાની માટે આદર્શ છે. શહેરમાં ઇછઝજ (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) અને મેટ્રો રેલ સેવાઓ કાર્યરત છે, જે લોકલ ટ્રાન્સપોર્ટેશનને સરળ બનાવે છે. આ ઉપરાંત, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પણ આગામી વર્ષોમાં શરૂ થવાની અપેક્ષા છે, જે ઓલિમ્પિક દરમિયાન આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સુવિધાજનક બનશે.
મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ: અમદાવાદ અને ગાંધીનગરમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં પશ્ચિમ રેલવે ટ્રેક અને સિટી બસ સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એસજી હાઈવે પર 1 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન થયું છે, જે આંબલી, ઘુમા, જોધપુર, શેલા, અને વેજલપુર જેવા વિસ્તારોને જોડશે.
સેટેલાઈટ ટાઉન : અમદાવાદની આસપાસના 5 નાના શહેરો (કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદ)ને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવાની યોજના છે, જે ઓલિમ્પિકની તૈયારીઓને વેગ આપશે.