21 નમુનાની સ્થળ ચકાસણી, 10 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સદગુરુ તીર્થધામ, શોપ નં.50, રૈયા રોડ, રાજકોટ મુકામે આવેલ “મુંબઈ ઝાયકા” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી-વાસી બેકરી પ્રોડક્ટસ તથા વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ વગેરે મળીને અંદાજીત કુલ 12 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, કિચનમાં હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સદગુરુ તીર્થધામ, શોપ નં.42, ‘ઙ-ૠછઈંકક‘ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી-વાસી બેકરી પ્રોડક્ટસ તથા વાસી અખાદ્ય સોસ-ચટણી વગેરે મળીને અંદાજીત કુલ 10 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ક્રિસ્ટલ મોલ સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ “HOT SPICY” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી-વાસી બેકરી પ્રોડક્ટસ તથા વાસી અખાદ્ય સોસ-ચટણી વગેરે મળીને અંદાજીત કુલ 06 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરાયો છે. તેમજ ઉપયોગમાં લેવાતા તેલનો પ્રકાર, બટર/ ફેટ સ્પ્રેડ દર્શાવતું બોર્ડ લગાવવા તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ અપાઈ. ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રેલનગર ફાયર બ્રિગેડવાળા રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના અને 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ છે.
ફૂડની ચકાસણી અને નમૂના લેતું તંત્ર
હાઉસ ઓફ ફલેવર્સ, મોમાઈ જનરલ સ્ટોર, રવિરાંદલ જનરલ સ્ટોર, ભગવતી પ્રોવિઝન સ્ટોર, કે.કે. જનરલ સ્ટોર, જય પીઠડ આઈ મઠ્ઠો, લક્ષ્મીધારા આઈસડીશ, ચામુંડા ભાજી કોન, બાપા સીતારામ આઇસ્ક્રીમ ગોલા, મઢૂલી હોટલ, શિવાંશી સુપર માર્કેટ, શિવમ રેસ્ટોરેન્ટ, શિવમ અમૂલ પાર્લર, જય ભોલે જનરલ સ્ટોર્સ, શ્રીહરી સુપર માર્કેટ, વેલનેસ મેડીકલ, વિશ્વા મેડીકલ સ્ટોર, ચામુંડા ફરસાણ, આવકાર પ્રોવિઝન સ્ટોર, બાપા સીતારામ કોલ્ડ્રિંક્સ, સાઉથ કા કમાલ
નમુનાની કામગીરી : અદાણી બ્રધર્સ (રાષ્ટ્રીય શાળા સામે) ત્યાંથી મરચું, હળદર, આચાર, મસ્ટર્ડ, બિસ્વીન બિવરેજીસ (4- વૈદવાડી), એકવાનીર મિનરલ પેક્ડ વોટર (2-મવડી પ્લોટ), સબરસ પેક્ડ ડ્રિન્કીંગ વોટર (એટલાસ ઇન્ડ. એરિયા), બ્રિસવેલ બિવરેજીસ (પ્લોટ નં-20, બાલાજી ઇન્ડ. પાર્ક) ખાતે ચેકીંગ હાથ ધરાયુ હતું.