બેન્ક ખાતાં ભાડે આપનારા ચાર સામે સાયબર ક્રાઇમ અને ભક્તિનગર પોલીસમાં ગુનો
માત્ર 4 હજાર રૂપિયા કમિશન માટે ભાડે આપેલા ખાતામાં મેળવી લાખો રૂપિયાના વહીવટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યભરમાં સાયબર ફ્રોડ અટકાવવા મ્યુલ હન્ટ અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે નજીવી રકમ લઇ બેન્ક ખાતું ભાડે આપતા શખ્સો સામે ગુના નોંધવાની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 24 ફરિયાદ નોંધાવવામાં આવી છે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ અને ભક્તિનગર પોલીસે આ અંગે આજે વધુ પાંચ ગુના દાખલ કર્યા છે.
રાજકોટ સાયબર ક્રાઇમના જમાદાર સુધીરભાઈ સુતરિયાએ હુડકોના અંકુર કિરીટ સંચાણિયા સામે નોંધાવેઇ ફરિયાદમાં જણાવ્યું હતું કે 5 હજારની લાલચમાં પોતાના ઓળખીતા યશપાલ વાસુદેવ નિમાવતને પોતાનું બેન્ક એકાઉન્ટ આપી દીધું હતું જેમાં સાયબર ફ્રોડના 1 લાખ જમા થયા હતા. જેથી બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરાવાયો છે તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ સોલંકીએ પારેવડી ચોક મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા રણજિત જયંતીલાલ ખંડવી સામે નોંધાવેલી ફરિયાદમાં જણવ્યું હતું કે કડિયાકામની મજુરી કરે છે જેણે મિત્ર હિરેન સોલંકીને પોતાનું બેન્ક એકાઉન્ટ માત્ર 4 હજારનાં કમિશનની લાલચમાં આપી દીધું હતું જે બેન્ક એકાઉન્ટમાં ગેમિંગ અને ફ્રોડના 19.26 લાખ જમા થયા હતા જેથી આ બંને આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો કોઠારીયા રોડ ઉપર રહેતા સાગર પ્રફુલભાઈ રવરાણી અને સત્યમ પાર્કમાં રહેતા અમૃત અશોકભાઈ રાવલ સામે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યું છે જેમાં સાગરના બેંક ખાતામાં અમૃતે ગેમિંગના 3.62 લાખ અને 14,900 નાખ્યા હતા જે તેણે ઉપાડી અમૃતને આપી દીધા હતા. જેમો તેને 2500 કમિશન મળ્યું હતું તેમજ કરણપરામાં રહેતા હિતેષ હસમુખલાલ માંડલીયા અને રૈયા રોડ પર રહેતા સ્મીત મુકેશભાઈ ઝીંઝુવાડીયા સામે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું કે ખાતા ધારક હિતેષના બેંક ખાતામાં આવેલા 22 લાખ ઉપાડી તેણે સ્મીતને આપતા તેને 10 હજાર મળ્યા હતા તેમજ લક્ષ્મીના ઢોરે રહેતા અલીઅસગર ગુલામહુશેન શેખ અને અમન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, સાયબર ફ્રોડના 5 લાખ બેંક ખાતામાં મેળવી વિડ્રો કરી લીધા હતા ઉપરોક્ત તમામ ગુના નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



