આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, ગઈકાલની સરખામણીમાં દેશમાં કોવિડના કેસોમાં થોડો ઘટાડો થયો છે.
દેશમાં કોરોના વાયરસના કેસો કોઈ હિસાબે ઘટતા નથી. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના કુલ 18,840 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોના વાયરસને કારણે 43 લોકોના મોત થયા છે. હાલમાં ભારતમાં કોરોનાના સક્રિય કેસ 1.25 લાખને વટાવી ગયા છે. જોકે સમગ્ર દેશમાં કુલ સક્રિય કેસ વધીને 1,25,028 થઈ ગયા છે.
- Advertisement -
ભારતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે દરરોજ ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, ગઈકાલની સરખામણીમાં દેશમાં કોવિડના કેસોમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલે એટલે કે, શુક્રવારે દેશમાં 18,930 નવા કેસ નોંધાયા હતા.
#COVID19 | India reports 18,840 fresh cases, 16,104 recoveries, and 43 deaths in the last 24 hours.
Active cases 1,25,028
Daily positivity rate 4.14% pic.twitter.com/YLiCI8DHlv
- Advertisement -
— ANI (@ANI) July 9, 2022
શુ કહ્યું WHOએ ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું છે કે, ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનું નવું સબ-વેરિઅન્ટ BA.2.75 મળી આવ્યું છે. કોરોનાના આ બદલાતા સ્વરૂપે વિશ્વભરના વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે.
ગુજરાતમાં પણ કોરોના બેકાબૂ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 636 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. જેની સામે 622 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા હતા. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3893 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.