અતિદુર્લભ સ્થિતિ: વિશ્ર્વમાં આ પ્રકારના 50થી પણ ઓછા કેસ
હાલ દર્દી સંપૂર્ણ તંદુરસ્ત, માથાનો દુ:ખાવો દૂર થયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટની 38 વર્ષીય મહિલા મીનાક્ષીબેન નામ બદલાવેલ છે. છેલ્લા 10 વર્ષથી જમણા નાકમાં અવરોધ, દુર્ગંધ મારતું પ્રવાહી, ગંભીર માથાનાં દુ:ખાવા અને વારંવાર થતી શરદીની સમસ્યાથી પીડાતા હતા. સ્થાનિક દવાઓથી રાહત ન મળતાં તેઓએ રાજકોટના અનુભવી ઈએનટી સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરનો સંપર્ક કર્યો, જેઓ 22 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ડૉ. ઠક્કરે નાકની એન્ડોસ્કોપી અને સીટી સ્કેન કર્યું, જેમાં જમણા નાકમાં દાંત જેવી રચના મળી, જે ગ્રેન્યુલેશન ટિશ્યુ અને પ્રવાહીથી ઘેરાયેલી હતી. આને ‘એક્ટોપિક ટૂથ’ તરીકે ઓળખવામાં આવે છે, જે દાંત ખોટી જગ્યાએ ઉગે ત્યારે થાય છે. આ એક અતિ દુર્લભ સ્થિતિ છે, જેની ઘટનાઓ માત્ર 0.1%થી 1% કેસમાં થાય છે અને સાહિત્ય અનુસાર વિશ્ર્વભરમાં 50થી પણ ઓછા કેસ નોંધાયેલા છે. ડૉ. ઠક્કરે દર્દીને એન્ડોસ્કોપિક સર્જરીની સલાહ આપી. ઓપરેશન દરમિયાન મોટી પથ્થર જેવી રચના. જેને વિશક્ષજ્ઞહશવિં કહેવાય છે તે બહાર કાઢવામાં આવી, જેમાં દાંત સમાયેલું હતું. આ દાંત જમણા નાકના અંદરના ભાગ (ઇન્ફિરિયર ટર્બિનેટ)માંથી ઉગ્યો હતો. સર્જરી પૂરી રીતે સફળ રહી અને દર્દીને કોઈ પણ જાતની તકલીફો વિના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.
હવે મીનાક્ષીબેન સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે. તેમનું માથાનું દુ:ખવું દૂર થઈ ગયું છે અને તેઓ સરળતાથી શ્ર્વાસ લઈ શકે છે. દર્દીએ ડૉ. હિમાંશુ ઠક્કરનો હ્રદયપૂર્વક આભાર માન્યો. (જેમણે તેમની લાંબા સમયથી ચાલી આવેલી સમસ્યાનું નિરાકરણ લાવ્યું. હોસ્પિટલ એડ્રેસ ડૉ. ઠક્કર હોસ્પિટલ 202 લાઇફ લાઇન બિલ્ડિંગ, વિદ્યાનગર રોડ, રાજકોટ મો. 9106119038. 0281-2483434.)