કોંગ્રેસ દ્વારા જૂનાગઢમાં મેનીફેસ્ટો સંવાદ કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
આગમી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જૂનાગઢ શહેરમાં મેનીફેસ્ટો સંવાદ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જેમા ભાજપ સરકાર ઉપર આંકરા પ્રહારો કર્યા હતા.તેમજ માંગરોળનાં ધારાસભ્યએ અપશબ્દ બોલતા ભારે ચર્ચા જાગી હતી.
- Advertisement -
જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા આગમી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને જિલ્લાભરના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસનો મેનીફેસ્ટો કેવો હોવો જોઇએ ?તેના લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા.
ત્યારે આ કાર્યક્રમમા ઉપસ્થીત કોંગી કાર્યકરોએ ખેડૂત નીતી વિષિયક સારા નિણર્યની સાથે જીએસટી, વીજ બીલ , પોલીસ પે ગ્રેડ, આંગણ વાડી અને આશાવર્કર બેહનોને પગાર વધારા સહીતના મુદા વીશે ચર્ચા કરી હતી અને મેનીફેસ્ટોમા સમાવેશ કહ્યું હતું. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમા 27 વર્ષ થી ભાજપના શાસનથી આમ જનતા પિસાઈ રહી છે.
મોંઘવારીએ માજા મુકી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને પણ આડે લીઘી હતી અને ગુજરાતમાં ત્રીજો પક્ષ કયારે પણ ફાવ્યો નથી. જેમા ચીમન પટેલ, શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ સહીતના લોકોએ ત્રીજો પક્ષ રચી ચૂંટણી લડ્યા પણ ગુજરાતની પ્રજાએ સાથ આપ્યો ન હતો.
- Advertisement -
આ કાર્યક્રમમાં માંગરોળનાં ધારાસભ્ય બાબુભાઈ વાજા ભાન ભૂલ્યા હતા. પક્ષપલ્ટાને લઈ પોતાનું નામ ખોટી રીતે ઉછાલી રહેલા લોકોને અપશબ્દો કહ્યા હતાં. તેની આ શબ્દોથી ભારે ચર્ચા જાગી હતી. આ તકે જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઇ જોષી સહિતનાં હાજર રહ્યાં હતાં.