ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
સરગમ કલબના તમામ સભ્યો જેવા કે લેડીઝ ક્લબ, સિનિયર સિટીઝન ક્લબ, જેન્ટ્સ ક્લબ, કપલ ક્લબના તમામ સભ્યો અને આંમત્રીતો, અધિકારીઓ માટે હેમુ ગઢવી હોલમાં મુંબઈનું નાટક ‘અજબ સાસુના ગજબ ધડાકા’ નામનો શો યોજાયો હતો.
- Advertisement -
આ નાટ્ય શોના મુખ્ય કલાકાર કોમેડી કવિન લેડી અમિતાભ પ્રતિમા ટી. અભિનિત તથા સાથી કલાકારો વગેરે ડબલ ધમાકા – કોમેડી અને સંપૂર્ણ પણે પારિવારિક નાટક યોજાયું હતું.
આ નાટ્ય શો નિહાળવા માટે રાજકોટના પ્રતિષ્ઠિત લોકો રમણીકભાઈ જસાણી, વિનુભાઈ પારેખ, પ્રતાપભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ,શિવલાલભાઈ બારસિયા, હરેશભાઈ લાખાણી, રધુનંદન સેજપાલ, જયશ્રીબેન સેજપાલ, પ્રજ્ઞેશભાઈ પટેલ, વિજયભાઈ કારિયા, સુભાષભાઈ સામાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, અનવરભાઈ ઠેબા, સુરેશભાઈ દ્રેત્રોજા, મનમોહનભાઈ પનારા, રમેશભાઈ અકબરી, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, વૈશાલીબેન શાહ, વગેરે જહેમત ઉઠાવી હતી.