ખાસ-ખબર સંવાદદાતા
ખેતી ખર્ચ ઘટાડવા માટે તજજ્ઞો આધુનિક ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે તેને જ કેન્દ્રમાં રાખી તાજેતરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિસરમાં કૃષિ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો 2023 યોજાયો હતો. જેનો જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ તકે ખાસ કરીને વિવિધ કૃષિ પાકોમાં દવાના છંટકાવ માટેની આધુનિક ટેકનોલોજીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રોન વડે અને અન્ય દવા છંટકાવના આધુનિક સાધનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ ખેડૂતો આધુનિક ટેકનોલોજી અને મશીનરી અપનાવે તે માટે સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેનો ખેડૂતો લાભ પણ મેળવી રહ્યા છે. સાથે જ ખેડૂતો આ કૃષિ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળા દ્વારા કૃષિ ક્ષેત્રના નવીન જ્ઞાનથી અવગત પણ થયા હતા.