ખાસ-ખબરના અહેવાલ બાદ…
ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે વૉશ પ્લાન્ટ સામે કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનો ભરપૂર ભંડાર અને તંત્રની બેદરકારીના લીધે ખનિજ માફીયાઓ દિવસેને દિવસે સમૃદ્ધ બની રહ્યા છે. જેની સામે સરકારની તિજોરીને લાખ્ખોની નુકશાન થઇ રહ્યુ છે. ત્યારે જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં ચાલતા કોલસા, સફેદ માટી, પથ્થર સહિત રેતીનો ગેરકાયદેસર કાળો કરોબાર ધમધમી રહ્યો છે અને તંત્ર આ દિનદહાડે ચાલતા ખનિજ વહન અને ખનન સામે માત્ર મૂળ પ્રેક્ષક બની બેસે છે. ત્યારે આ પ્રકારે મૂળી તાલુકાના લીયા ગામે સોલર પ્લાન્ટમાં છેલા કેટલાક સમયથી ચાલતા ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ સામે “ખાસ-ખબર” અખબારમાં ગત 27 જાન્યુઆરીના રોજ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જે અહેવાલનો પડઘો પડતાં જ સુરેન્દ્રનગર જિલ્લા ખનીજની ટીમ દ્વારા 28 જાન્યુઆરીના રોજ સવારે લીયા ગામે રેતીના વિશ પ્લાન્ટ પર દરોડો કર્યો હતો. જોકે અહી ધમધમતા રેતીના ગેરકાયદે વોશ પ્લાન્ટ પર ખનિજ વિભાગે દરોડો કરી વોશ પ્લાન્ટને સીઝ કર્યો હોવાની કામગીરી હાથ ધરી હતી આ તરફ સીઝ કરેલ મુદ્દામાલ સ્થળ પર રાખતા ખનિજ વિભાગની કાર્યવાહી કરાઇ કે નહિ તે પણ પ્રશ્ન ઉદભવ થયો છે કારણ કે ખનિજ વિભાગની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે લોડર સહિતના વાહનો ત્યાં જ હતા પરંતુ મુદ્દામાલ જપ્ત કરવાને બદલે સીઝ કરવાની કાર્યવાહી આટોપી લીધી હતી. આ તરફ ખનીજની વિભાગની ટીમ સાથે આવેલ એક કર્મચારી અને ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ચલાવતા માફિયા સબંધી નીકળ્યા હોવાના લીધે માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.