કુલ 18 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના: અન્ય પાંચ સ્થળોએ નમૂના લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શહેરના બસપોર્ટ ઢેબર રોડ તથા કૃષ્ણનગર મેઈન રોડ અને અંબાજી કડવા પ્લોટ ગરબી ચોક વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 41 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 18 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 41 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
આજરોજ ફૂડ વિભાગની ટીમ દ્વારા તિરુપતિ બાલાજી ફૂડ, તિરુપતિ ભેળ, ઓમ એન્ટરપ્રાઈઝ, મારુતિ મેડિકલ, સંસ્કૃત કેર વિથ કુલ્હડ, રાજ ઘૂઘરા, શિવ ચાઈનીઝ પંજાબી, શિવ રેસ્ટોરન્ટ, રાજ બટેટાપૌવા, શિવ દાબેલી, શિવ દાળપકવાન, ક્રિષ્ના પાણીપુરી, સોહમ કોર્પોરેશન, વ્રજ એન્ટરપ્રાઈઝ (વડાલિયા), મદ્રાસ કાફે ઢોસા, શ્રીનાથજી આઈસ્ક્રીમ, ઓમ ઢોસા પોઈન્ટ અને બર્ગર ભાઉને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા ખટૂસ ફાસ્ટફુડ, શિવશક્તિ ડેરી ફાર્મ, છાસવાલા, બોલે તો વડાપાઉં, ઓમ ફાર્મસી, શારદા મેડિકલ, વન સ્ટોપ ફાર્મસી, શ્રી ચાઈનીઝ પંજાબી, ક્રિષ્ના સોડા શોપ, તિરુપતિ દાળપકવાન, રમેશ સ્વીટ માર્ટ, કનકાઈ સિઝનસ્ટોર, રાજ આઈસ્ક્રીમ પાર્લર, ધરતી પ્રોવિઝન સ્ટોર, તિરુપતિ મદ્રાસ કાફે, મોમાઈ ફરસાણ, ઉમિયાજી જનરલ સ્ટોર, રામેશ્ર્વર ફરસાણ, પટેલ ફરસાણ, બર્ગરીટો બર્ગર, ભેરુનાથ નમકીન, શ્યામ રેસ્ટોરન્ટ, ક્રિષ્ના ડીલક્ષ પાનની ચકાસણી કરવામાં આવી હતી.
આ દરમિયાન ફૂડ વિભાગની ટીમ દ્વારા કુલ 7 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ઠાકર લોજ ગ્રુપને ત્યાં ચણા, મસાલા અને રસાવાળા બટેટા, ગોવાલિયા ફૂડ પ્રોડક્ટસને ત્યાં ક્રીમીલાઈટ પનીર, પીઝા ચીઝ ક્રિમીલાઈટ બટરના નમૂના લેવામાં આવ્યા હતા. આમ કુલ પાંચ નમૂના લેવામાં આવ્યા હતા.



