કાપડની આડમાં છુપાવેલો 74.82 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર વારંવાર વિદેશી દારૂની હેરફેર ઝડપાય છે જેને લઇ હવે બૂટલેગરો પણ વિદેશી દારૂને ઠેકાણે પહોંચાડવા માટે અવનવી યુક્તિ અજમાવે છે. પરંતુ દરેક યુક્તિને પોલીસ ફેઇલ કરી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા નજીક વધુ એક દરોડામાં જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે લાખો રૂપિયાના દારૂ સાથે ટ્રેક ચાલકને ઝડપી પાડ્યો હતો.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે પાણશીણા નજીક કટારિયા ટોલ પ્લાઝા પાસે ટ્રકમાં વિદેશી દારૂ ભરીને લઈ જવાતો હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ સહિતની ટીમે ટોલ પ્લાઝા નજીક વિચ ગોઠવી હતી જે દરમિયાન એક ટ્રક આર જે 14 જી એફ 5926 નંબરનો નીકળતા પોલીસે આ ટ્રેકને અટકાવી તપાસ કરતા ટ્રકના પાછળના ભાગે કાપડની આડમાં વિદેશી દારૂ હોવાનું નજરે પડતા ટ્રક ચાલક ટિકુરામ રાધુરામ જાટ રહે: બાડમેર (રાજસ્થાન)વાળાને ઝડપી લઇ ટ્રેકની અંદરથી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 4536 તથા બિયર ટીન 9336 નંગ કિંમત 74,82,720 રૂપિયાનો, ટ્રક કિંમત 15 લાખ રૂપિયાનો, એક મોબાઇલ કિંમત 5000 રૂપિયા, વેસ્ટ કપડાની ગાસડી કિંમત 5000 રૂપિયા તથા ટ્રક ચાલક પાસેથી રોકડ 4500 રૂપિયા એમ કુલ મળી 89,97,220 રૂપિયાનો મુદામાલ ઝડપી લઇ ટ્રક ચાલકની પ્રાથમિક પૂછપરછમાં રહેઠાણના બાડમેર વાળા રમેશ નામના ઇશમ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તથા ટ્રક ચાલક અને વિદેશી દારૂ મંગાવનાર અજાણ્યા ઈશમ સહિત કુલ ચાર ઈસમો વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.