જૂનાગઢ 108 એમ્બ્યુલન્સ જીવા દોરી સમાન છે તેવું આજે ફરી સાબિત થયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
108 એમ્બ્યુલન્સ જીવા દોરી સમાન છે તેવું આજે ફરી સાબિત થયું છે. જુનાગઢ જિલ્લામાં એક જ દિવસ બે ડિલિવરી 108 ટીમ દ્વારા કરવામાં આવી હતી જેમાં વંથલી તાલુકાના ધંધુસર ગામમાં વાડી વિસ્તરમાં રેહતા એક બેનને ડિલિવરીનો દુ:ખાવો થતા 108નો સંપર્ક કરવામાં આવેલ ત્યારે વંથલી લોકેશનના ઇએમટી હર્ષાબેન વાજા અને પાયલોટ જિતુદાન તુરંત ધંધુસર પહાચી ગયેલ હતા અને પરુંતુ રસ્તા ખરાબ હોવાથી એમ્બ્યુલન્સ જય શકે એમ ન હતી ત્યારે 108 ટીમ જરૂરી સામાન લઈ પગપાળા ચાલીને ત્યાં પોહચી બેનને ડિલિવરીનો દુ:ખાવો અસહ્ય હોવા થી ડિલિવરી ત્યાં જ કરવી પડે તેમ હતી ત્યારે 108 ટીમે અમદાવાદ હેડ ઓફિસના ડો. પરમાર સાથે વાત કરી અને જરૂરી સારવાર એમ્બ્યુલન્સમાં આપી હતી.
- Advertisement -
જયારે એવોજ એક બીજો બનાવ મેંદરડા તાલુકાનાના માલણકાગામ પર જોવા મળેલ હતો જેમાં સાસણ 108 ટીમ તુરંત માલણકા ગામ પોહચી ગયેલ અને એક બેનને અસહ્ય દુ:ખાવો હોવાથી નોર્મલ ડિલિવરી 108માં કરાવી હતી જેમાં પણ અમદાવાદ હેડ ઓફીસના ડો. પરમાર સાથે વાત કરી જરૂરી સારવાર 108 એમ્બ્યુલન્સમાં આપી હતી ત્યારે 108ના ઇએમટી મહેશ વાળા અને પાયલોટ જયેન્દ્રદાસ ગોંડલીયાની સમયસુસ્કતાથી અમૂલ્ય જીવને નવું જીવન મળ્યું હતું આ બંને બનાવમાં ખુબ સુંદર કામગીરી કરનાર 108ની ટીમને જુનાગઢ જિલ્લાના અધિકારીઓ દ્વારા 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓની સરહારનીય કામગીરીને બિરદાવમાં આવી હતી.