ક્લાસ રૂમમાં બાથરૂમ કરવા બાબતે અમાનુષી અત્યાચાર આચરતા ફૂલ જેવી દીકરી રડી પડી
શાળા સંચાલકોએ વાલીને યોગ્ય પ્રત્યુત્તર પણ નહિ આપતા શિક્ષિકા સામે નોંધાવી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બાળકોના ભવિષ્યના ઘડવૈયા પહેલા માં-બાપ અને પછી શિક્ષકો ગણાય છે પરંતુ વર્તમાન સમયમાં શિક્ષણ માટે એક કમાવવાનું સાધન બની ગયું હોય તેમ શિક્ષકોને પણ પોતાના પગાર પૂરતો જ રસ રહ્યો છે બાળકો પ્રત્યેની સંવેદના સાવ મરી ગઈ હોય તેવું શિક્ષકો બાળકો સાથે વર્તન કરી રહ્યા છે આવો જ માસુમ બાળકી સાથે બર્બરતા આચરતો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં રૈય રોડ ઉપર આવેલી ઝીઝુરાજ સ્કૂલમાં શૈક્ષણિક ક્ષેત્રે પગલાં ભરવા અર્થે શાળાએ જતી 5 વર્ષની બાળકીને બાથરૂમ કરવા જેવી બાબતે મહિલા શિક્ષકે હાથમાં ચીટીયો ભરી અત્યાચાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે ઉલ્ટા ચોર કોટવાલકો ડાન્ટે તે પંક્તિ પ્રમાણે રજૂઆત કરવા ગયેલા વાલીઓને શાળા સંચાલકોએ યોગ્ય પ્રત્યુત્તર પણ નહિ આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે બાળકીના પિતાએ મહિલા શિક્ષક સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના રૈયા રોડ ઉપર કૈલાશધારા પાર્કમાં જેઠવા નિવાસમાં રહેતા અને રાજકોટ કી આવાઝ નામે અખબાર ચલાવતા મેહુલભાઈ નવીનભાઈ જેઠવા ઉ.35એ કૈલાશધારા પાર્ક શેરી નંબર 2માં આવેલ ઝીઝુરાજ પ્રી સ્કૂલના મહિલા ટીચર સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા ઘર પરિવારમા હુ તથા મારી પત્નિ ભુમીકાબેન તથા મારા માતા પિતા તથા મારી દિકરી મિરલબેન ઉ.5 વર્ષની એમ અમે બધા સાથે રહીએ છીએ મારી દિકરી મીરલ ઝીઝુરાજ પ્રી.સ્કુલ કૈલાષધાર પાર્ક શેરી નં.ર રૈયારોડ ખાતે આવેલ છે ત્યા આશરે છેલ્લા એક વર્ષથી સ્કુલ પર જાય છે તેનો સમય સવારે સાડા આઠેક વાગ્યાથી બપોરના સાડા બારેક વાગ્યા સુધીનો છે.
ગઈકાલ તારીખ 18ના બપોરના એકાદ વાગ્યાના અરસામા હુ મારા મોટાબાપુના ઘરે હતો ત્યારે મારા મોટાભાઈ ભાવીનભાઈએ મને વાત કરેલી કે હુ મીરલને તેડવા માટે તેની ઝીઝુરાજ પ્રી.સ્કુલ ખાતે ગયેલો હતો અને હુ તેડીને ઘરે આવતો હતો ત્યારે મીરલ ઘરે રડવા લાગી હતી અને તેને મને જાણ કરેલી કે સ્કુલે હુ બાથરૂમ કરી ગઈ હોવાથી સ્કુલના કોઈ મહીલા ટીચરે મને બાથરૂમ કરવા બાબતે મારા જમણા હાથમા કોણી પાસે ચીટીયો ભરી લીધો છે.
તેવી વાત કરતા અમોએ મારી દિકરી મીરલને રૂબરૂ પુછતા મને પણ જણાવેલ કે, મને અમારા સ્કુલના ટીચરે મે બાથરૂમ કરી લેતા મને હાથમા ચીટીયો ભરી લીધેલાનુ જણાવ્યુ હતુ. અને તેને મુંઢ ઈજા થઈ હતી. જેથી બાદમા હુ તથા મારા મોટાભાઈ ભાવીનભાઈ તથા મારી પત્નિ ભુમીકાબેન એમ બધા અમો સ્કુલના સ્ટાફને તથા સ્કુલના ઓર્નરને આ બનાવની જાણ કરતા તેઓ સરખો જવાબ આપતા ન હોય, જેથી હુ તથા મારી પત્નિ ભુમીકાબેન એમ આ બનાવની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશને આવ્યા હતા બનાવ અંગે પિતાની ફરિયાદ પરથી યુનિવર્સીટી પોલ્સી મથકના એએસઆઈ જે એલ બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



